મોરબી ખાતે ધારાસભ્ય દ્વારા યોજાયેલા આઈજી ના લોકદરબારમા રાવ કરતા ટંકારા પોલીસે વ્યાજખોર સામે ગુન્હો દાખલ કર્યો

ગુન્હેગારો મા પોલીસ ની ધાક ઓસરી હોય એવુ ચિત્ર સમગ્ર જીલ્લા મા ઉપસ્યુ હોવાની પ્રતિતી કરાવે એવો તાસેરો મોરબી જીલ્લા પોલીસવડાની કચેરી એ થયો હતો જેમા, વધુ એક કિસ્સો પ્રકાશમા આવ્યો છે. ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા યુવાને મોરબી ના શખ્સ પાસેથી ફદીયા ની જરૂરત પડતા નાણા વ્યાજે લીધા બાદ મુદ્દલ ઉપરાંત વ્યાજ સહિત રકમ ચુકવી દીધી હોવા છતા વધુ વ્યાજ વસુલવા નાણા ની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી વ્યાજખોર ઈસમ આપી રહ્યો હોવાની ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા ઓટાળા ગામે રહેતા બેચરભાઈ મગનભાઈ ઘોડાસરા (ઉ.વ.૨૭) એ ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે પોતાને કોરોનાકાળ વખતે નાણા ની જરૂરીયાત ઉભી થતા મોરબીના રાજેસભાઈ પાસે થી વર્ષ ૨૦૨૦ મા રૂપિયા આઠ લાખ વ્યાજે નાણા લીધા હતા. જે મૂળ મુદ્દલ રકમનુ વ્યાજ વર્ષ ૨૦૨૨ સુધી રેગ્યુલર વ્યાજ ચુકવ્યા બાદ પોતે ખેતીની જમીન વેંચી ને મુદ્દલ રકમ એક હોટલ પર તેડાવી ને રોકડી ચુકવી દીધી હતી. તેમ છતા વધુ વ્યાજ વસુલવા પોતા પાસે ધરાર નોટરી લખાણ લખાવી તેઓને આપેલ ચાર કોરા ચેકમા કુલ ૨૫ લાખ ની ખોટી રકમ ભરી ચેક બેંક મા મોકલી બેલેન્સ ના અભાવે રીટર્ન થયેલા ચેક સબબ કોર્ટમા નેગોસિએબલ એકટ હેઠળ કેસ કરી હેરાન પરેશાન કરી વ્યાજ ની રકમ અંગે ઉઘરાણી કરી પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી મોરબી ખાતે ટંકારા અને મોરબીના ધારાસભ્ય દ્વારા સોમવારે યોજાયેલા આઈજી ના દરબારમા લેખિત અરજી થી રાવ નોંધાવતા ટંકારા પોલીસે મંગળવારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભોગ બનેલા યુવાનનો સંપર્ક કરતા તેઓના જણાવ્યા પ્રમાણે પોતે ભાજપના બુથ પ્રમુખ તરીકે શાસક પક્ષ સાથે જોડાયા હોવાનુ જાણવા મળેલ છે.