ટંકારા રહેતા અને વાંકાનેર એસટી ડેપોમા કંડકટર તરીકે ફરજ બજાવતા કર્મચારી એ વર્તમાન કળયુગી સમયમા પ્રમાણિકતા નુ પુંજ ઝળહળતુ રાખ્યુ…

ટંકારાના શિક્ષક પુત્ર અને વાંકાનેર એસટી ડેપોમા ફરજ બજાવતા કંડકટર ને પોતાના રૂટ ની બસ મા મોંઘુદાટ લેપટોપ રેઢુ પડેલુ મળી આવતા મફતમા મળેલા મોંઘા મુલ્યનુ લેપટોપ મળવા છતા ચલિત થયા વગર ખાખી લિબાસની ભિતરમા છુપાયેલ ઈમાનદાર હ્યદયે કંડકટર ને પારકી અમાનત મૂળ માલિક ને પરત કરવા વારંવાર ટકોરા મારતુ હોય ઍમ કંડકટરે મોરબી ડેપોમા જમા કરાવી મૂળ માલિકની ભાળ મેળવી પરત કરી પ્રામાણિકતાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.
ટંકારા ખાતે વસતા અને વાંકાનેર એસટી ડેપોમા કંડકટર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ ભરવાડ વાંકાનેર ડેપો માથી પોતાને સોંપાયેલ વાંકાનેર થી નલિયા (કચ્છ) રૂટ ની બસ મા ફરજ સોપવામા આવી હોવાથી બસ લઈ રવાના થયા હતા. એ દરમિયાન બસ મોરબી આવતા તમામ મુસાફરો બસ માથી ઉતરી ગયા બાદ કોઈ મુસાફર નુ બેગ સીટ પર પડેલુ નજરે પડતા ઉઠાવી બેગ ખોલી તપાસ કરતા તેમાથી મોંઘાદાટ કિંમત નુ લેપટોપ મળી આવ્યુ હતુ. જે કિંમતી લેપટોપ સરકાવી લેવાના બદલે ઈમાનદાર કંડક્ટરે બસ માથી રેઢા મળેલા લેપટોપને મોરબી બસ ડેપોમા જમા કરાવી તેઓએ પારકી કિંમતી ચીજથી ચલિત થયા વગર ડેપો મેનેજર ની જાણ હેઠળ જમા કરાવી મૂળ માલિકની ભાળ મેળવી મૂળ માલિક મોરબી ના ચિરાગભાઈ એસ. જાની ને ડેપો ખાતે તેડાવી એસટી સ્ટાફ ગણ ની ઉપસ્થિતિ મા લેપટોપ મૂળ માલિક ને સુપ્રત કર્યુ હતુ. કંડકટર ની પ્રમાણિકતા જોઈ લેપટોપ ધારક બસ કંડકટર ના લિબાસ ખાખી ની ખમીરાત થી ગદગદીત થયા હતા. બસના કર્મચારી ની ઈમાનદારી એ સાબિત કરી દીધુ હતુ કે,ખાખીના લિબાસ પાછળ છુપાયેલ ઈમાનદાર કુમળુ હ્યદય ધબકતુ હોવાની પ્રતિતી કરાવી હતી. જાણવા મળ્યા મુજબ પ્રમાણીક કંડકટર ના પિતા રમુભાઈ ભરવાડ ટંકારા તાલુકાના હડમતીયા ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અને પોતે શિક્ષક હોવાથી સમાજના વિધાર્થીઓ ના ઘડતર સાથે પોતાના સંતાનોને પણ શિક્ષણ સાથે સુસંસ્કાર પારણા મા જ આપ્યા છે.