મોરબી ચેક રીટર્ન કેસમાં રૂ.2,00,000/- તથા ચેક ના 20% રકમ રૂ.40,000/- આમ કુલ રૂ.2,40,000/- વળતર પેટે ફરીયાદી ને ચૂકવવા તથા 1 વર્ષ ની સજા
હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર સખશને સજા ફટકારતી એડી ચીફ જ્યુડી. કોર્ટ
મોરબી શહેર માં આરોપી ને કસુરવાન ઠેરવી ને રૂ.2,00,000/- તથા ચેક ના 20% રકમ રૂ.40,000/- આમ કુલ રૂ.2,40,000/- વળતર પેટે ફરીયાદી ને ચૂકવવા તથા 1 વર્ષ ની સજા ફટકારી છે.
લાલપર, તા.જી. મોરબી ના રહેવાસી યોગેશ મોતીભાઈ આદ્રોજાંએ મોરબી ના રહેવાસી કિશન વાસુદેવભાઈ આદ્રોજાં પાસે થી અંગત ઉપયોગ માટે રૂ 2,00,000/- સંબંધ ના દાવે લીધેલ હતા આ રકમ પરત આપવા માટે યોગેશભાઈએ રૂ 2,00,000/- નો ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં કિશનભાઈએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 અન્વયે મોરબીના મહે એડી. જયુડિ. મેજી. સાહેબ ની કોર્ટમાં જાણીતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર મારફતે કેસ કરેલ જે કેસ ચાલી જતાં મોરબી એડી. જયુડિ. મેજી. શ્રી સી.વાય. જાડેજા સાહેબએ આરોપી ને 1 વર્ષ ની સાદી કેદ ની સજા અને ચેક ની રકમ રૂ.2,00,000/- તથા ચેક ના 20% રકમ રૂ.40,000/- આમ કુલ રૂ.2,40,000/- વળતર પેટે ફરીયાદી ને ચૂકવવા અને દંડ ચૂકવવા માં કસુર થયેથી 3 મહિના ની કેદ ની સજા નો ચુકાદો આપેલ છે જે કેસ માં ફરિયાદી તરફે મોરબી ના જાણીતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.