ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક રાજકોટ હાઈવે પર આવેલ કમ્ફર્ટ હોટલમાંથી બે દિવસ પૂર્વે હાઈ પ્રોફાઈલ જુગારધામ ટંકારા પોલીસે ઝડપી પાડી ૬૩ લાખ થી વધુના મુદ્દામાલ સાથે નવ શખ્સોને અટક કર્યા હતા. જેમા, પોલીસ દ્વારા ગેરરીતિ કરાઈ હોવાની પોલીસ સામે શંકા કુશંકા દરોડા બાદ ઉઠી હતી. એ આશંકા નો અવાજ ઉચ્ચ પોલીસ અમલદારો ના કાન સુધી પહોંચ્યો હોય એમ જુગાર દરોડા બાદ તુર્ત એક જમાદારને દ્વારકા બદલી કર્યા બાદ દિવાળી ની પૂર્વ સંધ્યાએ પી.આઈ. ને પણ લીવ રીઝર્વ મા મુકી દેવાતા આ પ્રકરણે ભારે ખળભળાટ મચ્યો છે. હજુ કેટલાક પેધી ગયેલા પોલીસ કર્મચારીઓ પણ શંકા ની રડારમા હોય આવનારા દિવસોમા તપેલા ચડે તો નવાઈ નહીં.
ગત ૨૬ મી ઓક્ટોબરે રાત્રે એક વાગ્યે ટંકારા પોલીસે રાજકોટ મોરબી હાઈવે પર આવેલા ટંકારાના વિરપર ગામ નજીક આવેલ કમ્ફર્ટ હોટલમાથી હાઈ પ્રોફાઈલ જુગારધામ પકડી પાડી નવ જુગારીઓ ને અટકમાં લઈ ૧૨ લાખ રોકડા સહિત ૬૩ લાખથી વધુ નો મુદ્દામાલ કબજે લીધો હતો. જોકે, જુગાર રેડ બાદ પોલીસ દ્વારા જુગાર દરોડામા કાંઈક ખોટુ થયાની કાનાફુસી થવા લાગી હતી. અને એક જુગારી નુ નામ પણ ખોટુ લખાયા નુ ખુલ્યુ હતુ. જુગાર દરોડા મા પોલીસની કામગીરી મા કાંઈક ખોટુ થયા ની શંકા કુશંકા ની ચર્ચા ઉચ્ચ અમલદારના કાને પહોંચી હોય એમ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા તાબડતોબ પગલા લેવાયા હતા અને જુગાર દરોડા ના બે દિવસ બાદ સ્થાનિક પોલીસ થાણા ના મહિપતસિંહ સોલંકી ની ત્વરીત દ્વારકા બદલી કરી આકરા પગલા ના એંધાણ આપી દીધા હતા. ત્યારે દિવાળી ની પૂર્વ સંધ્યાએ વધુ આકરા પગલા રૂપે પોલીસ ઈન્સ્પેકટર વાય.કે.ગોહિલને લીવ રીઝર્વ મુકી દેવાયા છે.હાલ આ પ્રકરણમા જુગારધામમા કોઈ ગેરરીતિ કરાઈ છે કે નહી તેની તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.આગામી દિવસોમા હજુ કેટલાક શંકા ની રડારમા રહેલા પોલીસ કર્મીઓના તપેલા ચડે તો નવાઈ નહીં.