મિતાણા ગામે કાળી ચૌદશની રાત્રે પ્રેતાત્મા ભટકતા હોવાની માન્યતાનુ ખંડન કરવા સ્મશાનમા ભજન કિર્તન યોજયા.

Advertisement
Advertisement
એકવીસ વર્ષ થી લગાતાર ગામડાના મિત્રો અજ્ઞાનતા થી ફેલાતી અંધ શ્રધ્ધા ડામવા સ્મશાનમા ભજન કિર્તન કરે છે.
સામાન્ય રીતે જન માનસમા આદી કાળ થી એક એવી અંધશ્રધ્ધા ની ગેરમાન્યતા ઘર કરી ગઈ છે કે, કાળી ચૌદશ ની રાત્રે ભૂત પ્રેત ની આત્માઓ સ્મશાનમા આવે છે. જેથી લોકો સ્મશાન સહિતના નિર્જન સ્થળે જતા મન મા કાંપતા હોય છે. આવી અંધશ્રધ્ધા સામે શિક્ષિત અને વિજ્ઞાન વિચારકો વિજ્ઞાપન કે પ્રેકટીકલ પ્રયોગો કરી જાગૃત કરવા સમયાંતરે પ્રયાસો કરતા રહે છે. એવા સમયે ટંકારા તાલુકાના નાનકડા મિતાણા ગામે ગામડા ના સામાન્ય શિક્ષણ ધરાવતા પરંતુ અનુભવ ની આગવી કોઠાસુઝ ધરાવતા ધાર્મિક વૃત્તિના અને પરોપકારની સેવાવૃતિ ધરાવતા ધર્મ પ્રત્યે લાગણી વહાવનારા લોકો અજ્ઞાનતા થી ફેલાતી કાળી ચૌદશે ભૂત પ્રેતાત્મા ભટકતા હોવાની અંધશ્રધ્ધા નુ ખંડન કરવા છેલ્લા એકવીસ વર્ષ થી વૈજ્ઞાનિક યુગને અનુરૂપ કાળી ચૌદશની રાત્રે સ્મશાનગૃહ મા ધૂન ભજન-સત્સંગ કરવાનુ કાર્ય કરે છે. અને સાચુ સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવી ને બુધવારે કાળી ચૌદશ ની રાત્રે સ્મશાન મા ધૂન ભજનના સુર રેલાવી મધરાતે અવધૂત ની જેમ ધૂણો ધખાવી ત્યાં જ ઉપસ્થિત લોકો સાથે કકડાટ ના વડા આરોગ્યા હતા.
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા મિતાણા ગામે રામદેવપીર ભજન મિત્ર મંડળના મિસ્ત્રી શૈલેષભાઈ જોલાપરા, મિસ્ત્રી મીતેષ બી. જોલાપરા, બેન્જોવાદક દીલીપભાઈ ટી.બાવાજી, ગણેશપર ના જીલાભાઈ ઉસ્તાદ, દામજીભાઈ ડી.પ્રજાપતિ, મિસ્ત્રી હેમંતભાઈ ધ્રાંગધ્રરીયા, અગાભાઈ પીપરીયાવાળા, કાળુભાઈ વીરવાવવારા,પટેલ રમેશભાઈ આર. ભાગીયા, ભરતભાઈ ઘેલાભાઈ ભગત, રાજકોટના લાખાભાઈ આહીર સહિતના ધાર્મિક વૃત્તિના સેવાભાવી મિત્રો ગામડામા પ્રવર્તતી સ્મશાનમા કાળીચૌદશ ની રાત્રે ભૂત પધારતા હોવાની માન્યતાનુ ખંડન કરવા અને અંધશ્રધ્ધા દુર કરવા માનવીનો છેલ્લો વિસામો ગણાતા સ્થાન અવ્વલધામ સ્મશાન ગૃહમા કાળી ચૌદશની રાત્રે છેલ્લા એકવીસ વર્ષ થી ધૂન ભજન કિર્તન કરે છે. વર્તમાન વૈજ્ઞાનિક યુગ મા આવી અંધશ્રધ્ધા દુર થવી જ જોઈએ એવા દ્ઢ નિર્ધાર સાથે લોક જાગૃતિ માટે અને અંધશ્રધ્ધા ને ડામવા માટે ગામડાના સામાન્ય શિક્ષિત પરંતુ કોઠાસુઝ મા વર્તમાન ઈ યુગ મા કદમ મિલાવી ચાલનારા સેવાભાવી મિત્રોનુ મંડળ વર્ષ ૨૦૦૩ થી સતત દર વર્ષે કાળીચૌદશની રાત્રે સ્મશાનમા બેસીને ધૂન ભજન કિર્તન સહિતના કાર્યક્રમો યોજી ગામડા સહિત સમાજના કેટલાક અબુધ લોકમાનસ મા ઘર કરી ગયેલી અંધશ્રધ્ધાની બદી દુર કરવા અને વર્તમાન વૈજ્ઞાનિક યુગ મા લોકોને જાગૃત કરવા ગામડામા સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે. જે અંતર્ગત બુધવારે કાળી ચૌદશની રાત્રે સ્મશાનમા ભજન ની સંતવાણી રેલાવી હતી. ગ્રામ્ય વિસ્તારોમા આજે પણ સ્વજનના મૃત્યુ વેળા સ્મશાનમા ગયેલા લોકો મૃત્યુ ધામમા પિવાનુ પાણી પણ પિતા નથી એવા સમયે કાળી ચૌદશની રાત્રે યોજાયેલ ધાર્મિક ભજન સંતવાણીમા મધરાતે કકડાટ ના વડા (ભજીયા) અને ચા ની જયાફત ઉપસ્થિતો સાથે ઉડાવી અંધશ્રધ્ધા નો છેદ ઉડાવ્યો હતો.