મોરબી: બહોળી લોકચાહના ધરાવનાર મામલતદારની બદલી થતા વિવિધ ક્ષેત્રો ના આગેવાનો ની શુભેક્ષા મુલાકાત

Advertisement
Advertisement

મોરબી શહેરમાં અધિકારીઓ આવતા હોય છે અને પોતાની કામગીરી દરમિયાન અલગ અલગ છાપ ધરાવતા હોય છે પરંતુ ઘણા તેવા પણ અધિકારીઓ અહીં શહેરમાં પોતાની ફરજ દરમિયાન પ્રજાના હૃદયમાં અલગ સ્થાન મેળવી લીધા હોય છે તેવાજ એક અધિકારી મોરબી તાલુકાના મામલતદાર નિખિલભાઈ મહેતા ની બદલી થતા આજરોજ વિવિધ ક્ષેત્રના આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ તેમજ ચાહકવર્ગ દ્વારા શુભેક્ષા મુલાકાત લઈને હાર પહેરાવી સાલ ઓઢાળી સન્માન સાથે બદલી પામનાર મામલતદારની પ્રગતિ સાથેની પ્રાર્થના કરી હતી

મામલતદાર નિખિલભાઈ મહેતા એ 3 વર્ષ દરમિયાન પોતાની ફરજ પ્રામાણિકતા તેમજ નિષ્ઠા થી નિભાવી લોકોના હ્રદયમ અલગ સ્થાન મેળવ્યું હતું ખાસ કરીને ખેડૂતો તેમજ અલગ અલગ કામગીરી માટે આવનાર અરજદારો ને પ્રેમ થી જવાબ આપી ખુબજ લાગણી થી કામ કરી આપતા હતા જે આજરોજ રાજકોટ ખાતે બદલી થતા સ્ટાફ તેમજ ચાહકવર્ગ માં ક્યાંક ને ક્યાંક નિરાશા પણ જોવા મળી હતી