મોરબી: ફરજ રૂકાવટના ગુન્હામાં આરોપીના જામીન મંજૂર કરાવતા સિનિયર એડવોકેટ ગોપાલભાઈ ઓઝા

Advertisement
Advertisement

બનાવની ટૂંકમાં હકીકત એવી છે કે ગત 8/9/ 2024 ના રોજ પોલીસ હેડ કોન્સ્ટેબલ લાભુભાઈ હમીરભાઇ બાલાસરા ફરજ ઉપર ટ્રાફિકની કામગીરી માં હોય ત્યારે આરોપી જુબેરભાઈ સરતાજભાઈ શેખ પોતાનું બુલેટ મોટરસાયકલ લઈ નીકળતા પોલીસ કોન્સ્ટેબલે આરોપીને ઉભા રહેવા જણાવતા ઉભા નહીં રહેતા બુલેટ મોટરસાયકલ ફૂલ સ્પીડમાં ચલાવતા અકસ્માત કરતા અને ફરજમાં રુકાવટ કરતા અકસ્માતમાં આરોપી જુબેરભાઈ ને તેમજ ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ લાભુભાઈને ગંભીર ઈજા થયેલ હતી અને મોરબી બે ડિવિઝનમાં ફરિયાદ આપતા પોલીસે આરોપી જુબેરભાઈને કલમ 281 -125( ક ) 125 (બ ) તેમજ વિવિધ કલમ હેઠળ ગુનામાં અટક કરી ના કોર્ટમાં રજુ કરતા આરોપી જુબેરભાઈ સરતાજભાઈ શેખના મોરબીના સિનિયર વકીલ મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) તેમજ મેનાઝ એ, પરમાર મારફત સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા જજ શ્રી કે. આર .પંડ્યા એ આરોપી ના વકીલની ધારદાર દલીલ સાંભળી માન્ય રાખી આરોપીને રૂપિયા 25,000 ના જામીન પર મુક્ત કર્યા હતા