ખેતરોની આસપાસ ધમધમતી ફેકટરીઓ ખેડુતો ને શારીરીક અને આર્થિક રીતે કંગાળ કરી રહી હોય ત્વરીત પગલા લેવા કિશાનસંઘે આવેદનપત્ર પાઠવ્યુ

મોરબી જીલ્લામા પ્રદુષણ ઓકતી ફેક્ટરીઓનો રાફડો ફાટયો છે. જેનાથી ફેક્ટરીની આજુબાજુ મા આવેલા ખેડુતો ના ખેતરમા વાવેતર કરાયેલા પાક ને વ્યાપક પ્રમાણમા નુકશાન થઈ રહ્યાની ખેડુતો દ્વારા અનેકવખત રજુઆત કરવા છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા હોવાની રાવ ઉઠતા કિશાનસંઘે આ મુદ્દે જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી પગલા ન લેવા પાછળ જવાબદાર તંત્ર બંધબારણે ભ્રષ્ટાચાર થતો હોવાથી ખેડુતો ના કણસવાનુ દર્દ ન સંભળાતુ હોવાનો ખુલ્લો આક્ષેપ કરી તાકિદે પગલા ન લેવાઈ તો ખેડુતોને સાથે રાખી આ મામલે લડતની રણનિતી ઘડવાની ચિમકી ઉચ્ચારી હતી.
મોરબી જીલ્લામા પ્રદુષણ ફેલાવી અને ફેકટરી બહાર ગંદા કેમીકલ ઓકતી ફેક્ટરીઓનો રાફડો ફાટયો છે. મોટા ભાગની ફેક્ટરીઓ પ્રદુષણ ફેલાવી જન આરોગ્યને નુકસાન કરતી હોવા સાથે ફેકટરીમાથી નિકળતુ કેમીકલ ખેડુતોની ખેતરમા લહેરાતી ફસલને ભસ્મીભૂત કરતુ હોવાથી આવી ફેક્ટરીઓ સામે પગલા લેવા અંગે કિશાનસંઘના પ્રમુખ બાબુલાલ સિણોજીયા, મહામંત્રી નાથાલાલ ઢેઢી સહીતનાઓએ જીલ્લા કલેકટર ને પાઠવેલા આવેદનપત્રમા જણાવ્યા પ્રમાણે જીલ્લામા મોટા પ્રમાણમા ધમધમતી ફેક્ટરીની આજુબાજુ આવેલા ખેડુતો ના ખેતરમા વાવેતર કરાયેલા પાક ને કેમીકલ અને પ્રદુષણ ફેલાવી વ્યાપક પ્રમાણમા નુકશાન કરી રહ્યા હોવાની પિડીત ખેડુતો દ્વારા અનેક રજુઆતો પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને જીલ્લા, તાલુકાના વહીવટી તંત્ર સમક્ષ કરી ફેકટરી સામે પગલા લેવા વારંવાર રજુઆતો કરી રહ્યા હોવા છતા કોઈ અકળ કારણોસર પગલા લેવાતા ન હોવાથી કોઈના આર્થિક લાભ માટે નુકશાન વેંઢારતા ખેડુતોએ કિશાનસંઘ સમક્ષ રજુઆતો કરી છે. જેથી એ મુદ્દે પગલા લેવા માંગણી કરી હતી. વધુ મા જણાવ્યા મુજબ ખેડુતો પ્રદુષણ અને કેમિકલ ઓકતી ફેક્ટરીઓના પાપે ખેતરમા ઉગતી ફસલ લણી શકતા નથી. મોલાત મુરજાઈ જાય છે. પરીણામે ખેડુતો શારીરીક અને આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છે.ખેડુતોની રજુઆત ન સંભળાવા પાછળ જવાબદારો ફરીયાદ આધારે બંધબારણે ભ્રષ્ટાચાર આચરતા હોવાનો કિશાનસંઘ દ્વારા આવેદનપત્રમા ખુલ્લો આક્ષેપ કરાયો હતો. હાલ મા, આ મામલે ટંકારા તાલુકાના ટંકારા, બંગાવડી, હડમતીયા ના ખેડુતો ની ફરીયાદ અરજી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ઉપરાંત મામલતદાર અને કલેક્ટર અરજી મા પડેલી જ છે. છતા ઉકેલ આવ્યો ન હોવાનો ઉલ્લેખ કરી તાકિદે ઉકેલ નહીં આવે તો ખેડુતોને સાથે રાખી આ મામલે લડતની રણનિતી ઘડવાની ચિમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
————————————————————————
પ્રદુષણ -કેમિકલ ઓકતી ફેકટરી સામે ખેડુતોની રાવ અભેરાઈ એ
————————————————————————
ટંકારા તાલુકાના હડમતીયા ગામના ખેડુત જયંતીલાલ રતીલાલ સિણોજીયા તથા કાંતીલાલ અમરશીભાઈ મસોત દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ને ગત તા. ૨૩ ઓગસ્ટે લેખિત ફરીયાદ કરીને તેમના ખેતર નજીક આવેલ ખેતીના સર્વે નંબર ૨૪૭ મા બનેલા આસ્થા પ્લાસ્ટ ઈન્ડસ્ટ્રીઝ અને અનંત ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના પ્રદુષણ અને ફેકટરી માથી સતત ઉડતી જીણી ધૂળ પોતાના ખેતરમા ઉડતી હોવાથી પાકને નુકસાન થઈ રહ્યા ની લેખિત રજુઆત કરી કારખાનાઓ સામે કડક પગલા લેવા માંગણી કરી હોવા છતા બબ્બે માસ વિત્યે પરીણામ ન આવ્યુ ન હોવાનુ ખેડુતો દ્રારા જણાવાયુ હતુ.