ટંકારા:કમોસમી વરસાદ વેરી થતા ખેડુતોને સહાય પેકેજ આપવા જીલ્લા કિશાનસંઘે દંડો પછાડ્યો. 

Advertisement
Advertisement
ઓગસ્ટ ના પાછલા અઠવાડીયા થી સતત વરસાદ પડતા અતિવૃષ્ટિ સર્જાઈ હતી ત્યા ફરી નવરાત્રી બાદ કમોસમી વરસાદ પડતા ખેડુતોના મોં સુધી આવેલો કોળીયો ઝુંટવાઈ જતા દિવાળી ટાંણે ખેડુતો ના ઘરે હોળી નો માહોલ સર્જાતા સત્વરે સહાય પેકેજ જાહેર કરવા મોરબી જીલ્લા કિશાન સંઘે માંગણી કરી છે.
ગુજરાતમા ઓગસ્ટ ના પાછલા અઠવાડીયા થી સતત વરસાદ પડતા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અનેક જીલ્લા મા ૧૦૦ ટકા થી વધુ વરસાદ પડ્યો હોય ઉપરાંત, નવરાત્રી બાદ પણ કમોસમી વરસાદે ખેડૂતોના મોં એ આવેલ કોળીયો ઝુંટવી લીધો હોવાથી ખેડુતો ના ઘરે દિવાળી ટાણે હોળી સર્જાઈ એવુ ચિત્ર ઉભુ થતા મોરબી જીલ્લા કિશાન સંઘે કલેકટર મારફત રાજ્યના કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવી ખેડુતો ના હિત મા સહાય પેકેજ જાહેર કરવા માંગણી કરી હતી.
ભારતીય કિશાન સંઘના પ્રમુખ બાબુલાલ સિણોજીયા ની આગેવાની હેઠળ કિશાનસંઘ ના હોદેદોરોએ કલેકટર ને પાઠવેલા આવેદનપત્ર જણાવ્યા પ્રમાણે ગુજરાતના મોટાભાગના જીલ્લામા ઓગસ્ટ ના પાછલા અઠવાડીયા થી  ભારે વરસાદ પડતા અતિવૃષ્ટિ સર્જાઈ હતી. ઉપરાંત, નવરાત્રી બાદ ફરી કમોસમી વરસાદ પડતા ખેડુતોના મોં એ આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો છે. મોરબી જીલ્લામા મગફળી અને કપાસનો બચેલો પાક નિષ્ફળ ગયો છે. કાપણી સમયે માવઠાથી ખેડુતોના ઘરોમા દિવાળી ટાંણે હોળીનો માહોલ સર્જાયો છે. ભારે વરસાદ વરસતા સરકાર ના કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામા આવી હતી કે, ખેતીવાડી ની ટીમ સર્વે કરી રીપોર્ટ આપશે. પરંતુ રીપોર્ટ અપાઈ ગયા ના દોઢ મહિનો વિતવા છતા અતિવૃષ્ટિ પિડીત ખેડુતો ને સહાય મળી ન હોવાથી ખેડુતોના ઘરે દિવાળી એ હોળી ની મોકાણ મંડાણી છે. ત્યારે તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવામા આવે તો ખેડુતોના ઘરો મા દિવાળી નો ઉમંગ ઉજવાઈ શકે, અંતમા, હાલના બે દિવસના કમોસમી વરસાદ થી ખેડુતોના સોયાબીન,અડદ,મગ જેવા પાકને પણ પારાવાર નુકસાન થયુ હોય એ ધ્યાને લેવા અને પાછોતરા વરસાદથી સારી ઉપજ લઈ શક્યા નથી. વરસાદ મા ફસલ ધોવાઈને નષ્ટ થતા લીલો દુષ્કાળ જાહેર કરવા પણ માંગણી દોહરાવી હતી.