ત્રાજપર વિસ્તાર માંથી યુવાનનું અપહરણ કરી લઈ ગયા બાદ બેફામ માર મારી મોતને ઘાટ ઉતારનાર 11 શખ્સો વિરુદ્ધ બી ડિવિઝન મથકમાં ફરિયાદ નોંધાઈ હતી
મોરબી શહેર હંમેશા શાંતિ પ્રિય રહ્યું છે પરંતુ હાલ જે પ્રકારે શહેરમાં ગુનાહ નોંધાઈ રહ્યા છે ત્યારે પોલીસ પણ નિરાંતે શ્વાસ લઈ શકતી નથી..શહેરમાં હથિયાર લઇને ફરવું એક ફેશન થઈ ગઈ છે સાઉથ ના મુવી જોઈને હાલના યુવાનો માં એક વિલન બનવાની ઘેલછા જોવા મળી રહી છે કારણ કે શહેરમાં જે રીતે બનાવ બને છે તે રીતે એવું જોવા અને સાંભળવા મળી આવ્યું છે કે 20 થી 25 વર્ષના યુવાનોમાં જાણે શહેરના ડોન બનવામાં હોડ લાગી છે ક્યારેક પિસ્તોલ માંથી મિસ ફાયર થઈ રહ્યું છે તો ક્યારેક છરી વડે હુમલો કરાઇ રહ્યો છે ત્યારે આ તમામ ગુનાહ ને અંકુશ માં રાખવા પોલીસ ને કડક પગલાં લેવાની જરૂર છે …શહેરમાં ક્યાંક ને ક્યાંક એવું પણ સાંભળવા મળે છે કે હાલ ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂ ની ફેકટરીઓ જુગારના અડ્ડા તેમજ મોંઘી વિદેશી દારૂ ની બોટલો માં સસ્તો દારૂ ભરીને વેચાણ પણ ચાલી રહ્યું છે રાતોરાત નોટો બનાવવા પણ યુવાનો ગેરમાર્ગે જઇ રહ્યા છે ત્યારે પોલીસ ને આવા ગેરકાયદેસર કામગીરી પર પોતાના સોર્સ મજબૂત કરી ને આવા લુખ્ખા ને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ તેવી પણ લોકો ની માંગ ઉઠી છે
એક તરફ નવલી નવરાત્રી ના છેલ્લા નોરતે ખેલૈયાઓ મનમૂકી ને નવરાત્રી ની મજા માણતા હતા ત્યારે બીજી તરફ ખૂની ખેલ ખેલાઇ રહ્યો હતો
મળતી વિગતો મુજબ મોરબીના ઈન્દિરાનગર નગરમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા રવિ પરસોત્તમભાઈ માનેવાડીયા ઉ.23 નામના યુવાનનું ત્રાજપર ખારા પાટ તરીકે ઓળખાતા વિસ્તારમાંથી સાતથી આઠ શખ્સો અપહરણ કરી લઈ ગયા હતા અને બાદમાં બેલા ગામ નજીક પુલ પાસે પથ્થર અને લાકડી વડે બેફામ મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ મૃતકના ભાઈને થતા ઇજાગ્રસ્ત રવીને સારવાર માટે મોરબી સિવિલ લાવતા હતા ત્યારે રસ્તામાં જ રવીનું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં મોડીરાત્રે મૃતદેહને મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ મોરબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતકના પરિવારજનોએ જૂની અદાવતને કારણે હત્યાનો બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું.જ્યારે બીજી તરફ પ્રેમપ્રકરણમાં પણ આ હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે હાલ તો પોલીસે 11 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ લઈને આગળ ની તપાસ હાથ ધરી છે