સોની મહાજનો ની ગરબીમા રાવળદેવની ચાર દિકરીઓ તેના પંગુ પિતા ના માર્ગદર્શન હેઠળ પ્રાચીન ગરબા ની લય ઉપર બાળાઓને રાસોત્સવ કરાવે છે.


ટંકારામા લગભગ ત્રીસ થી વધુ સ્થળે ગરબા રમવાનુ આયોજન થાય છે. આનંદ ની બાબત એ છે કે, એક પણ ઠેકાણે અર્વાચીન નુ ગ્રહણ લાગ્યુ નથી. દરેક ગરબી મંડળમા પ઼ાચીન ગરબા ની થીમ ઉપર બાળાઓ,મહિલાઓ, પુરૂષો ગરબા ના તાલે ગરબા રમે છે.જેમા, નગર ની પ્રાચીન ગણાતી વાઘેશ્ર્વરી મંદિર ની ગરબીમા બાળાઓને શહેરના સાધારણ પરીવારની બે સગી બહેનો પ્રાચીન ગરબાની થીમ ઉપર ગરબા રમતા શિખવી માતાજીની અનોખી આરાધના કરે છે. માતાજી મા અપાર શ્રધ્ધા ધરાવતી બંને બહેનોના પિતાએ અકસ્માતમા પગ ગુમાવ્યા બાદ પરીવાર ને આર્થિક મદદરૂપ થવા દિવસભર લેબરકામ કરી રાત્રે બંને બહેનો સેવાભાવે પ્રાચીન ગરબાની ઢબે બાળાઓને રાસે રમતા શિખવી બાળા ઑના રૂપમા મા ભગવતી ની અનેરી ભક્તિ ઉજાગર કરે છે. 

હિંદુ ધર્મ ના સૌથી મોટા ધાર્મિક પર્વ નવરાત્રી પૂર્ણતાને આરે ચાલી રહી છે. સતત નવ દિવસ અનુષ્ઠાન અને રાત્રે રાસ ગરબા- આરતી થકી માતાજીને આરાધના કરવાનુ પૌરાણિક શાસ્ત્રોમા ઉલ્લેખ છે. એ ધર્મ શાસ્ત્રો ને અનુસરી ટંકારામા દરેક ગરબી મંડળમા પ્રાચીન પરંપરા જાળવી ગરબા ગાવાની સાથે ગરબા રમવાની રસમ જાળવી બાળાઓ, મહિલાઓ અને કોઈ સ્થળે પુરૂષો પણ ગરબે રમે છે. જેમા, શહેરની સાડા છ દાયકા જુની વાઘેશ્ર્વરી મંદિર ગરબીનુ સંચાલન શહેર ના અતિ સાધારણ પરીવાર ના ગોવિંદભાઈ રાવળદેવ નિઃસ્વાર્થ ભાવે સંભાળે છે. તેમની યુવાન પુત્રીઓ મમતા, બંસી, નિશા અને ધર્મિષ્ઠા પનારા નવરાત્રી પૂર્વે સતત એક મહિનો સુધી બાળાઓને તાલીમ આપી દરરોજ રાત્રે પ્રાચીન ગરબાની લય સાથે તાલ મિલાવી ગરબા રમાડે છે. અહિયા ૧૨ વર્ષ સુધી ની બાળાઓને ગરબા રમવા પ્રવેશ અપાઈ છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, ગરબી મંડળનુ સંચાલન કરતા રાવળ પરીવારની દિકરીઓ પિતાએ અકસ્માતમા પગ ગુમાવ્યો હોવાથી દિવસભર લેબર કામ કરી દરરોજ રાત્રે બાળાઓને પ઼ાચીન ગરબાના લય, તાલ ઉપર પ્રાચીન ઢબે ગરબા રમવા ની થીમ ઉપર થીરકવા ની પે઼કટીસ કરાવી મોડીરાત સુધી અપેક્ષા વગર ગરબે રમાડી પિતા-પુત્રીઓ અનોખી માઈ ભક્તિ ઉજાગર કરે છે. સોનીસમાજના પ્રમુખ વિનુભાઈ રાણપુરા, હસુભાઈ રાણપુરાના વડપણ હેઠળ મંદિરમા પાંસઠ વર્ષ થી ચાલતી ગરબીમા હિરેન સોની, અંકિત ભગદેવ, દિપેન સોની, દર્શન રાણપરા, કેવલ સેજપાલ, મેહુલ પારેખ, પ્રકાશ સોની સહિતના યુવાનો નવરાત્રી ધર્મોત્સવમા સેવા-સહયોગ આપી રહ્યા છે. અહીંયા મહિષાસુર રાસ, મોગલ રાસ અને ટીપણી રાસ ભારે આકર્ષણ જમાવે છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક પુજાબેન અનિલભાઈ ગણાત્રા પરીવાર તરફથી બાળાઓ દ્વારા તાલબધ્ધ ઢબે રજુ થયેલા મહિષાસુર રાસથી પ્રભાવિત થઈ વોટરજગ વિશેષ લ્હાણી ભેટ રૂપે આપવામા આવી હતી.