ટંકારા: હાઈવે પર ખેડુતને સાધુના સ્વાંગ મા ગઠીયો ભેટી ગયો,સોનાની માળા સાફ કરવાના બહાને કળા કરી ગયો 

Advertisement
Advertisement
વિરપર પાસે મોરબીના ખેડુતને સાધુ વેશે ગઠીયો ભેટ્યો, ખેડુત વૃધ્ધે પહેરેલી સોનાની રૂદ્રાક્ષની માળા કાળી પડી ગઈ હોઈ, કાળી માળા ન પહેરાઈ કહી સાફ કરવાના બહાને બઠાવી ગયો…
ટંકારાના વિરપર ગામ નજીક હાઈવે પર મોરબીના ખેડુત વૃધ્ધ ને વાક્ચાતુર્ય થી વિશ્ર્વાસમા લઈ સોનાની કંઠી સાફ કરી દેવાના બહાને ગઠીયો કળા કરી ગયો હોવાની ભોગ બનેલા ખેડુતે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
 મોરબીના યોગેશ્વરનગર ભંભોડીની વાડી વિસ્તારમા રહેતા વૃજલાલ નવઘણભાઈ નકુમે ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે પોતે ટંકારા તાલુકાના હડમતીયા ગામે ખેતીની જમીન ધરાવતા હોય રાબેતા મુજબ ઘરે થી એકટીવા સ્કુટર પર હાઈવે પર ખેતરે જવા નિકળ્યા હતા એ દરમિયાન ટંકારા હાઈવે પર વિરપર ગામ નજીક અજાણ્યા સાધુ જેવા શખ્સે હાથ લંબાવી થોભવા ઈશારો કરતા પોતે સેવા ના ઉદ્દેશ થી લીફટ આપવા સ્કુટર થંભાવી સાધુ ને ક્યાં થી આવો છો પુછતા અજાણ્યા સાધુ એ જુનાગઢ ના સાધુ હોવાની ઓળખાણ આપી વાતો એ વળગ્યા હતા. વાતચીત દરમિયાન અજાણ્યા સાધુ જેવા શખ્સે વાક્ચાતુર્ય થી ફરીયાદી એ ગળામાં પહેરેલી સોનાની રૂદ્રાક્ષ ની માળા (કંઠી) જોઈને કહ્યુ હતુ કે, આપે પહેરેલી રૂદ્રાક્ષ ની માળા કાળી પડી ગઈ છે. શાસ્ત્રો અનુસાર કાળી માળા ન પહેરાઈ એને સ્વચ્છ અને સાફ કરવા મને આપો હુ સોનુ સાફ કરી આપુ એમ કહેતા વાતોમાં ભોળવાઈ ને અજાણ્યા શખ્સ ને માળા આપતા તેણે પાંચ દિવસ પછી આપને આપના ઘરે માળા મળી જશે.એવો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. પરંતુ પંદર દિવસ વિતવા છતા સાધુ સોનાની માળા લઈને પરત ન ફરતા પોતે ગઠીયા નો શિકાર બની છેતરાયાની અનુભૂતિ થતા ટંકારા પોલીસમા બે તોલા સોનાની રૂદ્રાક્ષ ની માળા ગઠીયો છેતરીને કળા કરી ગયા સબબ ની વિધીવત ફરીયાદ નોંધાવી હતી.