મહિલા પ્રમુખ નિતાબેન દરજી નિત્ય નિતનવી વેશભૂષામા મહિલાઓ સાથે ગરબા રમે છે.
ગત વર્ષે નિતાબેન દરજી કૃષ્ણ બની ગોપીઓ સાથે રાસલીલા કરી હતી એ ફાઈલ તસવીર

—————————————————————————-
ટંકારાના જીવાપરા ચોક મા લગભગ પાંચ દાયકા જુની મહિલાઓની પ્રાચીન ગરબી નુ સંચાલન છેલ્લા છ વર્ષથી મહોલ્લાના મહિલા પ્રમુખ સંભાળે છે. અહીંયા એકપણ રૂપિયાની ફી વગર માત્ર યુવતીઓ અને મહિલાઓ પ્રાચીન ગરબાની થીમ ઉપર ગરબા રમે છે. જીવાપરા વિસ્તારની મહિલાઓની ગરબા થકી માતાજીની અનોખી આરાધના થી પ્રભાવિત થઈ ને અહી ના રહીશો માતાજીને દરરોજ જુદા જુદા નાસ્તા સાથે આઈસ્ક્રીમ, લચ્છી, કેન્ડી સહિતનો પ્રસાદ ધરાવી ગરબા રમતી બાળાઓ, યુવતીઓ અને મહિલાઓને એ પ્રસાદ ગ્રહણ કરાવે છે.
ટંંકારા શહેરના હ્યદય સમા જીવાપરા વિસ્તારમા લગભગ પચાસ વર્ષ જુની મહિલાઓનુ પ્રાચીન ગરબી મંડળ ચાલે છે. છેલ્લા છ વર્ષથી જીવાપરા ગરબી મંડળનુ સંચાલન જીવાપરા વિસ્તારના મહિલા પ્રમુખ દરજી નિતાબેન ચૌહાણ નિઃસ્વાર્થ ભાવે સંભાળે છે. નિતાબેન દિવસભર દોડધામ કરી રાત્રે ગરબા રમવા માટે પ્રાચીન ગરબા ની લય ઉપર પોતે તાલ મિલાવી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ અને સંગીત ગરબા સાથે માતાજીની ભક્તિ થાય એની તકેદારી રાખી રાત્રે બહેનોને ગરબા રમાડે છે. અહિયા નાનકડી બાળાઓથી માંડી યુવતીઓ અને મોટી ઉંમરની મહિલાઓ સુધી દરેક ને ગરબા રમવા એકપણ રૂપિયાની ફી વગર પ્રવેશ અપાઈ છે. ગરબી મંડળનુ સંચાલન કરતા નીતાબેન દરજી સળંગ નવ દિવસ મોડીરાત સુધી અપેક્ષા વગર પોતાના મહોલ્લા ગરબીનું પોતાના આંગણામા માતાજી નુ સ્થાપન કરી ધુપ દીપ આરતી થી પ્રારંભ કરી ગરબા રમાડે છે. મહિલાઓની મહોલ્લા ગરબી મંડળમા જીવાપરાના મુન્નાભાઈ મહેતા, નીતાબેન કિરીટભાઈ વાઢેર, સુધાબેન કલ્પેશ સેજપાલ, રસીલાબેન પ્રજાપતિ, મેહુલ ચૌહાણ, યશ્વી કક્કડ, પુજાબેન ગણાત્રા, આર્યા પ્રજાપતિ, મિતલબેન કક્કડ, સંગીતાબેન ગણાત્રા સહિતના વિસ્તારના રહીશો નવરાત્રી ધર્મોત્સવ મા સેવા-સહયોગ આપી રહ્યા છે. અહીંયા પ્રાચીન ગરબા ઉપર રાસ અને સનેડો રાસ વચ્ચે દર વર્ષે પ્રમુખ ખુદ ભગવાન કૃષ્ણની વેશભૂષા ભજવી રાસે રમે છે એ દ્શ્ય ઉપસ્થિતોને ભાવવિભોર કરે છે. પૂર્ણાહુતિ વખતે માઈ ભક્તો દ્વારા દરરોજ આઈસ્ક્રીમ, કેન્ડી, કોલ્ડ્રિકસ, ભેળ, દાબેલી સહિત નો પ્રસાદ ભોગ માતાજી સન્મુખ ધરાવી ગરબી ચોક મા ખેલૈયાઓ પ્રસાદ ગ્રહણ કરવાની પરંપરા નિભાવે છે.