મોરબી ખાતે સ્થિત આર.સી. ઈન્ડસ્ટ્રીઝ (સોલાર ડેવલોપમેન્ટ EPC કંપની) ના તમામ ડીરેકટરોની એક મીટીંગ મળેલ જેમાં સર્વાનુમતે કંપનીના લીગલ એડવાઈઝર તરીકે મોરબી જીલ્લાના નામાંકિત ધારાશાસ્ત્રી અને સીનીયર એડવોકેટ ( ગુજરાત હાઈકોર્ટ ) દિલીપભાઈ અગેચાણીયાની નિમણૂક કરવામાં આવેલ. હાલ દીલીપભાઈ બીજી અનેક મોટી કંપનીમાં લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી રહેલ છે. સોલાર ડેવલોપમેન્ટમાં સૌથી મોટુ નામ ધરાવતી કંપનીમાં ચીફ લીગલ એડવાઈઝર તરીકે દિલીપભાઈ અગેચાણીયાની નિમણુક થતાં અનેક સીનીયર તથા જુનીયર વકીલોએ દીલીપભાઈ અગેચાણીયાને સુભેચ્છા પાઠવેલ છે અને મોરબી જિલ્લાના વકીલ મંડળમાં ખુશીનો માહોલ છે.