પ્રજાની તકલીફ દુર કરવા ને બદલે માર્ગ મકાન વિભાગે નાળુ બંધ કરવા આચરેલા ત્રાગડા સામે તાલુકા પંચાયતના સદસ્ય ચેતન ત્રિવેદી એ મુખ્યમંત્રી ને તપાસ કરી પગલા લેવા માંગણી કરી.

ટંકારા મધ્યે થી પસાર થતા રાજકોટ મોરબી હાઈવે પર ટંંકારા ખાતે નિર્માણ કરાયેલ ઓવરબ્રિજ નીચે નગરના લોકોની અવરજવર માટે ગરક નાલુ બનાવવામા આવેલ છે. પરંતુ તંત્ર અને હાઈવે કોન્ટ્રાકટર ની ખોરા ટોપરા જેવી દાનત થી ગરકનાળાનુ તળીયુ કાચુ રખાયુ હોવાથી ચોમાસાના અંતિમ તબક્કામા પડેલા વરસાદથી કાદવ કિચડ અને ઢોર વાડો બની જતા રોગચાળો વકરવાની સ્થાનિકે ફરીયાદો ઉઠતા નકર કામગીરી કરવા ને બદલે પ્રજાજનો ની કાગારોળ ના અવાજ ને કાયમી ડામી દેવા ની નિતી અપનાવી માર્ગ વિભાગ તંત્રની ભ્રષ્ટાચાર ભરી મીઠી નજર હેઠળ ગરકનાળા નો પેવર રોડ બનાવવા ને બદલે બંને સાઈડ ઈરાદા પુર્વક લોખંડ ના પાઈપ જડી દેવામા આવ્યા હોવાથી વાહનચાલકો તો ઠીક રાહદારીઓ પણ પિસાઈ ને પસાર થાય એવો પેંતરો કરી ભવિષ્યમા લોકો અહીં થી ચાલવાનુ ભુલી જાય એવો તખ્તો ઘડી પ્રજાજનો ના અવાજ ને રૂંધવા રીતસર સરકારી બાબુઓએ કારસો રચ્યો હોવાનુ ચિત્ર ઉપસતા તાલુકા પંચાયત સદસ્યે તંત્ર ના કારસ્તાન સામે મુખ્યમંત્રી ને લેખિત રાવ કરી જવાબદારો સામે તપાસ કરી પગલા લેવા માંગણી કરી છે.
ટંકારા નો ખાસ વિકાસ ભલે ન થયો હોય પરંતુ શહેર નો ભૌગોલીક વિસ્તાર વિસ્તર્યો છે.પરીણામે હાઈવે ની બંને તરફ માનવ વસવાટ વધતો જતા રાજકોટ મોરબી ફોર લેન હાઈવે શહેર મધ્યેથી પસાર થાય છે. હાઈવે પર ઓવરબ્રિજ બનાવાયો છે. પરંતુ નગરજનોની શહેરમા સતત આવાગમન હોવાથી ઓવરબ્રિજ નીચે જે તે વખતે પ્રજાની માંગણીથી એમ.ડી.સોસાયટી સામે ગરકનાળુ બનાવાયુ હતુ.પરંતુ હાઈવે ઓથોરીટી માર્ગ મકાન વિભાગ અને હાઈવે ના કોન્ટ્રાકટરે મલાઈ તારવી લેવા ગરકનાળાનુ તળીયુ પાકુ મઢી પેવર રોડ બનાવવા ને બદલે કાચુ રાખી દીધુ હતુ . જે ભોળી પ્રજા સહન કરી રહી હતી. પરંતુ ચોમાસાના અંતિમ તબક્કામા મુશળધાર વરસાદ પડતા ગરનાળુ કાદવ કિચડ અને ઢોર વાડો બની જતા નર્કાગાર બન્યુ હતુ. પરીણામે કાયમી નાળા નીચે પસાર થનારા હજારો લોકો રોષે ભરાયા હતા. અને કાગારોળ મચાવી મામલતદાર કચેરી અને નગરપાલિકાને રજુઆતો કરતા સ્થાનિક તંત્રે લગત માર્ગ મકાન વિભાગ ને તાત્કાલિક ગરનાળુ રીપેર કરવા કાન આમળતા નિંભર અને મલાઈ તારવવાની કુટેવ ધરાવતા હાઈવે તંત્રે પ્રજાજનોની વેદના ઉપર મીઠુ ભભરાવવા જેવી કુચેષ્ટા કરી ગરનાળુ પેવર રોડ બનાવી પાકુ કરવાને બદલે બંને સાઈડ લોખંડ ના પાઈપ ખોડી દઈ કાયદો બાપ ની જાગીર હોય એમ વાહનચાલકો ની કાયમી અવરજવર બંધ કરવા સાથે રાહદારીઓ પણ મહામુસીબતે પાઈપ વચ્ચે થી ગળકી ને પસાર થાય એવી કુચેષ્ટા જાણીબુઝીને કરી ધીમે ધીમે ગરકનાળા નીચે ચહલપહલ બંધ કરી દેવા કારસો રચ્યો હોવાનુ ચિત્ર ઉપસતા ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચેતન ત્રિવેદી એ મુખ્યમંત્રી ને હાઈવે વિભાગ ની મેલી મુરાદ અને પ્રજાના અવાજ ને દાબી દેવા ના કારસ્તાન સામે આકરા પગલા ભરવા પત્ર પાઠવી તપાસ કરી નાળુ કાયમી ધોરણે ચાલુ રાખવા માંગણી કરી હતી.