ટંકારામા લગભગ ત્રીસેક સ્થાન પર ગરબીના આયોજન થાય છે, જ્યારે તાલુકાના દરેક ગામડે હજુ પણ તબલા, દોકળ,ઢોલક અને મંજીરા સહિતના પ્રાચીન વાદ્યો થી રાસ રમવાની વડીલોપાર્જીત પરંપરા બરકરાર..

આજથી શરૂ થતા નવરાત્રી પર્વની ઉજવણી સમગ્ર રાજ્ય મા થવાની છે, ત્યારે ટંકારા મા હજુ અર્વાચીન ડાંડીયાની આભડછેટ અડી નથી, અહિયા લગભગ ત્રીસ થી વધુ સ્થાન પર નગરમા પ઼ાચીન ગરબા થશે. જ્યારે તાલુકાના દરેક ગામડે પણ મા ભગવતી ની આરાધના કરવા તબલા દોકળ જેવા પ્રાચીન વાજીંત્રો પર બાળાઓ ગરબી મંડળ મા ગરબે રમશે. શહેરમા, સદી જુની મઠના બાવાજી ની ગરબી અતિ પ્રાચીન ગરબી ગણાય છે. અહીંયા હાલ કાળુભાઈ ની ગરબી નુ તમામ સંચાલન મહીલાઓ દ્વારા થાય છે. જે પ્રાચીન ગરબા ઉપર દેશી ઢબે રાસે રમવુ, અને ગરબા ગાવા સહિતનુ તમામ કાર્ય મહિલાઓ દ્વારા કરવામા આવે છે.
ટંકારામા આમ તો સામાન્ય રીતે પશ્ર્ચિમી પવન તરત લાગી જાય છે. પરંતુ ધામિઁક ક્ષેત્રે લોકો આંધળુ અનુકરણ કરતા હજુ ખચકાય છે.અહિયા આજે પણ અવાઁચિન ડાંડીયાની આભડછેટ લાગી નથી.તે બાબત સરાહનીય છે. આજથી શરૂ થતા હિંદુ ધમઁના સૌથી મોટા ગણાતા માતાજીની આરાધના નુ પવઁ ગણાતા નવરાત્રી પવઁની નવલી રાતે પ઼ાચીન પરંપરાને અનુસરીને માતાજીના ગરબા ગવડાવીને પ઼ાચીન ઢબે જ ગરબાના તાલે રાસ રમવાની વડીલોની પરંપરા બરકરાર છે. શહેરમા લગભગ ત્રીસ જેટલી નાની મોટી ગરબીઑ નુ આયોજન વષૉઁથી થાય છે. જેમા, શહેરની ભિતરમા આવેલ મઠના સાધુની કાળુભાઈ બાવાજીની ગરબી અતિ પ઼ાચીન ગરબી છે. આ ગરબીને મહોલાની મહિલાઑ પોતે જ સ્વરચિત પ઼ાચીન અને માતાજીનો ગરબાની ભાતિગળ ભાત અને મમઁ સરે તેવા ગરબા ગવડાવી ગરબે ઘુમે છે.સંગીતના સાજ પણ દોકળ, તબલા, કલબલીયા જેવા જુનવાણી વાજીંત્રનો જ ઉપયોગ થાય છે.જયારે દયાનંદ ચોકમા રજવાડા વખતની ભાટીયા પરીવારની સેવાથી ધબકતી રાજબાઈ ગરબી મંડળ ગરબે રમતી બાળાને પસંદ કરીને માતાજીના શણગાર માં તૈયાર કરી માતાજી રૂપે રાજબાઈ મંદિર ના વિસેક ફુટ ઉંચા શિખર ની ટોચેથી લોખંડની રેલીંગ જડી ને નીચે ગરૂડરૂપી વિમાન માં આકાશે થી માતાજી ને પૃથ્વી ઉપર અવતરણ કરાવી ને ગરબે રમાડવા ની પ઼ાચીન પરંપરા ને બખુબી નિભાવે છે.વાઘેશ્ર્વરી ગરબી મંડળનુ સંચાલન હસુભાઈ રાણપુરા સંભાળે છે. જ્યારે બાળાઓ ને ગરીબ પરીવારની બે સગી બહેનો દ્વારા નિ:સ્વાથઁભાવે તાલીમ આપીને હ્યદય ના ભાવથી ભક્તિના રંગે ગરબે રમાડે છે.તો, જીવાપરા ચોક મા મહોલ્લા ની તમામ બહેનો અને યુવતીઓ, બાળાઓના સહકાર થી ગરબી મંડળ ના પ્રમુખ નીતાબેન દરજી ના નેતૃત્વમા મંડપ વગર ખુલા આકાશ મા ધરતી માતા ની ગોદમા મા જગદંબા ની છબી નુ સ્થાપન કરી સળંગ નવ રાત્રી દરમિયાન ગરબા મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે.