મોરબી થોડા દિવસ પહેલા લોહાણા પ્રૌઢ દ્વારા આપઘાત કરી ને 15 જેટલા શખ્સો ના નામ સુસાઇડ નોટમાં લખ્યા જેમાં નાણાકીય લેતી દેતી મામલે સ્યુસાઇડ નોટમાં આરોપી તરીકે ગિરીશ કોટેચા નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં આજરોજ કોર્ટે જામીન આપતા છુટકારો થયો હતો
શનાળા રોડ પર આવેલ જી.આઈ.ડી.સી સામે આરાધના સોસાયટી માં રહેતા લોહાણા પ્રૌઢ હરેશ ભાઈ કાંતિભાઈ સાયતા એ ગત 20-9 ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી ને આપઘાત કર્યો હતો મૃતક હરેશ ભાઈએ સ્યુસાઇડ નોટમાં આરોપી તરીકે ગીરીશભાઈ કોટેચા નું નામ લખ્યું હતું જે મામલે પોલીસે આરોપી ગીરીશભાઈ ની અટકાયત કરી જેલહવાલે કર્યા હતા જેમાં આરોપી વતી સિનિયર એડવોકેટ મનીષ ઓઝા ( ગોપાલ ઓઝા ) મારફત ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી માહિકા સાહેબ ની કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી જે મામલે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે ગોપાલભાઈ ઓઝાની ધારદાર દલીલ તેમજ હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ ના ચુકાદાઓ ધ્યાને લઈને આરોપી ગીરીશભાઈ છબીલદાસ કોટેચાને રૂ 25,000 ના શરતી જામીન પર છોડવા હુકમ કર્યો હતો આરોપી વતી સિનિયર એડવોકેટ ગોપાલભાઈ ઓઝા તેમજ મેનાઝ પરમાર રોકાયેલ હતા