ટંકારામા જુની અદાવત મુદ્દે ભરવાડ પ્રૌઢ ના બાઈક ને ઠોકર મારી કાર નીચે કચડી નાંખવા પ્રયાસ.

Advertisement
Advertisement
ટંકારામા પ્રૌઢ ના કૌટુંબીક ભત્રીજાને હુમલાખોર ની પુત્રી સાથે પ્રેમસબંધ હોવા મુદ્દે પિતરાઈ ભાઈ નાગજી ને હાઈવે પર આંતરી માર માર્યો હોવાથી જે તે વખતે ફરીયાદ નોંધાવી હોવાનથી જુની અદાવતમા ભરવાડ પ્રૌઢ ના બાઈક ને ઠોકર મારી કાર નીચે કચડી નાંખવા પ્રયાસ.
ટંકારામા રહેતા ભરવાડ પ્રૌઢ પર જુની અદાવત મામલે બે શખ્સોએ કાર દ્વારા કચડી નાંખવાના ઈરાદે બાઈક સાથે અથડાવી અકસ્માત સર્જીને ઈજાગ્રસ્ત કરતા હોસ્પિટલ ખસેડાયા હતા.
ટંકારા શહેરના દેરીનાકા રોડ પર આવેલી કન્યાશાળા પાછળ રહેતા ભરવાડ રાણાભાઈ સંગ્રામભાઈ ટોળીયા નામના પ્રોઢે પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે પોતે હાઈવે પર લતીપર ચોકડી ખાતે આવેલા ઓવરબ્રિજ નીચેથી પોતાના બાઈક પર પસાર થઈ રહ્યા હતા એ વખતે કારે બાઈકને ઠોકર મારી અકસ્માત સર્જી પોતાને પછાડી કાર નીચે કચડવાનો પ્રયાસ કરી ઈજા પહોંચાડ્યા સબબ ફરીયાદ નોંધાવી હતી. જેમા, પોતાના પર જીવલેણ હુમલો કરવા પાછળ જુની અદાવત નો મુદ્દો છેડી જણાવ્યુ હતુ કે, તેના પિતરાઈ ભાઈ નાગજી ખેંગાર ના પુત્ર વિજય ને ગામ ના તેની જ્ઞાતિ ના સ્થાનિક હકાભાઈ મશરૂભાઈ ઝાંપડા ની પુત્રી સાથે પ્રેમસબંધ હોવાથી અગાઉ આ મુદ્દે નાગજીને હાઈવે પર આંતરી ને માર માર્યો હતો અને રીક્ષા મા નુકશાન પહોંચાડ્યુ હતુ. જે મામલે જે તે વખતે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જેમા, પોતે નાગજી ની તરફેણમા હોવાનો ખાર રાખી હકા મશરૂ અને એક અજાણ્યા શખ્સે ઈરાદા પુર્વક બ્રેજા કાર નં BR-01-EA-4682 વડે પોતાના મો.સા. નં. GJ-36-H-5635 સાથે પાછળથી ઠોકર મારી જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.