મોરબી: રફાળેશ્વર ચકચારી હુમલો એટ્રોસિટીના ગુનાહના આરોપીઓ જામીન મુક્ત

Advertisement
Advertisement

મોરબીના એડી. પ્રિન્સી. ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટ માંથી મોરબીના રફાળેશ્વર ગામમાં થયેલ ચકચારી ખૂની હમલો કરવાના અને એટ્રોસીટીના ગુન્હાના આરોપીઓ ધર્મેશ ઉર્ફે ભુરો કીશોરભાઈ સુમેસરા તથા સંદીપ ઉર્ફે દીપભા ભુપતભા ગઢવીના ઓના શરતી જામીન મંજુર.

મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીના દીકરા સાહેદ પારસ ઉર્ફે સુલતાનની ક્રેટા કાર અગાઉ ઝગડો થતાં નુકશાન થયેલ હોય જે કારને વીમામાં રીપેરીંગ કરવા માટે આરોપી નં. ૧ ના બનેવી સાણંદભાઈને આપેલ હોય જે કાર રીપેર થઈ જતાં વીમા કંપની તરફથી રૂપીયા ઓછા મળતાં તે બાબત સાણંદભાઈ સાથે વાતચીત કરતા તેનો ખાર રાખી આરોપી નં. ૧ ફરીયાદી ના ધર પાસે પોતાની લાઈ કલરની ગાડીમાં પીસ્તોલ જેવા હથીયાર લઈ આવી અને તેની પાછળ કાળા કલરની બોલેરો ગાડીમાં લાકડાના ધોકા, છરી, ધારીયા, લોખંડના પાઈપ જેવા હથિયાર લઈ આરોપી નં. ૨ થી ૬ નાઓ આવી તથા બીજી એક લાલ કલરની ગાડીમાં છરી લઈ આવી આરોપી નં. ૭ તથા બીજા અન્ય અજાણ્યા માણસો જીવલેણ હથીયારો ધારણ કરી એક સંપ કરી ફરીયાદી ના ધર પાસે આવી આરોપી નં. ૨ ના એ ફરીયાદીને છેડતી કરી જમણા પગના ઢીંચણ પાસે છરી મારી તથા ડાબા હાથના બાવળે સામાન્ય ઈજા કરી સાહુદ મનહરભાઈને આરોપી નં.૭નાએ વાસાના ભાગે તથા ડાબા હાથના બાવળે છરી મારી ઈજા કરી તથા ફરીયાદીના પતી ગીરધરભાઈને આરોપી નં.૧ નાએ રીવોલ્વર જેવું હથિયાર બતાવી જાતી પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નખવાની ધમકી આપી જાનથી મારી નાખવાના ઈરાદે ગાડી માથે ચડાવાનો પ્રયાસ કરતા ફરીયાદીના દીકરી બચાવા વચ્ચે પડતાં તેને માથામાં મુંઢ ઈજા થયેલ અને આરોપીઓએ ફરીયાદીના એકટીવાને નુકશાન કરી એકબીજાને મદદગારી કર્યા બાબતનો ગુનો રજીસ્ટર કરી આ કામના ફરીયાદના આધારેમોરબીતાલુકાપોલીસે.બી.એન.એસ.એકટનીકલમ-૧૦૯,૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૧), ૧૧૫(૧), ૧૧૮(૧),૭૪,૩૫૨, ૩૩૩, ૩૫૧(૧)(૨),૩૨૪(૪) તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧)(આર) (એસ), ૩(૨)(૫-એ) તથા જી.પી એકટની કલમ-૧૩૫વીગેરે મુજબ, કલમ-૩૦૬,૪૯૮(એ), ૧૧૪ મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપડ કરેલ હતી.

આરોપી ધર્મેશ ઉર્ફે ભુરો કીશોરભાઈ સુમેસરા તથા સંદીપ ઉર્ફે દીપભા ભુપતભા ગઢવીના એ મોરબીના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રીશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપીઓ તરફે આરોપી પક્ષના એડવોકેટ દલીલ કરેલ કે આ કામના અન્ય આરોપીઓ બનાવ સ્થળે હાજર ન હોવા છતાં પણ તેમને ખોટી રીતે બનાવ માં ફીટ કરી દીધેલ હોય અને આ કામના ફરીયાદી પણ ગુનાહીત ઈતીહાસ ધરાવે છે અને આવી ખોટી હકીકતો બનાવી ને ખોટી ફરીયાદ કરવા ટેવાયેલા છે અને ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નામ. ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના વીવીધ ચુકાદાઓ રજુ રાખેલ . બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીિલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રીશ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા રોકાયેલા હતા.