મોરબીની અદાલતનો ચેક રીટર્ન કેસમા સજાનો હુકમ કરતો ચુકાદો
આ કેસની હકીકતો એવી છે કે મોરબીના સીરામીકના વેપારી જયકુમાર નવનીતરાય કાવઠીયા તે આઈવોક સેનીટેરીવેર્સના ભાગીદારે ઈન્દોરના વેપારી આકાશ ટ્રેડર્સના પ્રોપ્રાઈટર આકાશ ગુપ્તા સામે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ચેક પાછો ફર્યાની ફરીયાદ મોરબીની અદાલતમા ફો.કેસ નાં. ૧૦/૨૦૨૩ થી કરેલ જે કેસ ચાલી જતા ફરીયાદપક્ષની કાયદાકીય ધારદાર રજુઆતો દલીલો ધ્યાને લઈને મોરબીની અદાલતે ઈન્દોરના વેપારી આકાશ ગુપ્તાને એક વરસની સજા તેમજ ચેકની રકમ રૂા.૨,૫૦,૬૧૯-૦૦ તથા ચેકના ૨૦% એટલેકે રૂા.૫૦,૧૨૪/- મળીને કુલ રૂા.૩,૦૦,૭૪૩/- ફરીયાદીને દીન ૬૦ મા ચુકવવાનો હુકમ તા.૨૦/૯/૨૦૨૪ ના રોજ કરેલ છે. ફરીયાદ પક્ષે મોરબીના એડવોકેટ એન્ડ નોટરી ભાવેશ ડી.ફુલતરીયા રોકાયેલ હતા