મોરબી: કાયદો કોઈના બાપની જાગીર નથી તે પોલીસે સાબિત કરી દીધું! તલવાર થી કેક કાપનાર જવાન વિરુદ્ધ ગુનોહ દાખલ

Advertisement
Advertisement

ગણપતિ વિસર્જન ના આયોજક અને પોલીસ વચ્ચે માથાકૂટ બાદ બને દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ત્યારે ડી.વાય.એસ.પી ઝાલા દ્વારા કહેવામાં આવ્યું કે કાયદો કોઈ ના બાપ ની જાગીર નથી કાયદો હાથ માં લેશે તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાશે ત્યારે થોડાં દિવસ પહેલા GRD જવાન હરેશ સોલંકી દ્વારા સ્કોર્પિઓ કાર ના બોનેટ પર તલવાર વડે કેક કાપી જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જે વિડીયો વાયરલ થતા પોલીસે ફરિયાદ નોંધી હતી

તાલુકા પોલીસ મથકમા ગ્રામ રક્ષક દળમા નોકરી કરતા શખ્સે ગત તા.20ના રોજ ઉંચી માંડલ નજીક સ્કોર્પિયો કારના બોનેટ ઉપર કેક રાખી તલવાર વડે કેક કાપવા મામલે વાયરલ થયેલ વીડિયો અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે.

ઉંચી માંડલ અને વાંકડા ગામની સીમમાં ચોકડી નજીક આરોપી હરેશ પોપટ સોલંકી નામના જીઆરડીમાં નોકરી કરતા શખ્સે કાયદો હાથમાં લઈ સ્કોર્પિયો કારના બોનેટ ઉપર કેક તેમજ અન્ય ફોટોગ્રાફ રાખી તલવાર વડે કેક કાપતો હોય તેવો વીડિયો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કર્યા બાદ આ વીડિયો વાયરલ થતા જાહેરનામા ભંગ તેમજ બીએનએસ કાયદાની અલગ અલગ કલમો મુજબ આ કૃત્ય આચરી લોકોમાં ભય ફેલાય તેવું કૃત્ય કરવા સબબ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.