
ટંકારાના હરબટીયાળી ગામે ખેડુતોના મસીહા ગણાતા ઢેબરબાપાની 120 મી જન્મજયંતિ એ હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળીની 68 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમા, ગત નાણાકીય વર્ષમા મંડળી એ રૂપિયા ૮૪ લાખનો નફો કરતા સભાસદોને ૧૫ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળી ની વાર્ષિક સાધારણ સભા મંડળીના નવનિયુક્ત પ્રમુખ અશોક ચકુભાઈ સંઘાણીના પ્રમુખ સ્થાને યોજાઈ હતી.જેમા, વર્ષ ૨૦૨૩-૨૪
ના અંતે મંડળી એ રૂપિયા 84 લાખ નો નફો કર્યો હોવાના હિસાબો સભાસદો વચ્ચે જાહેર કરી સભાસદોને 15% શેર રૂપે ડિવીડન્ડ આપવાની ની જાહેરાત કરવામા આવી હતી. આ તકે APMC ના ચેરમેન ભવાનભાઈ ભાગીયા, રાડીકો બેંક ના ડિરેક્ટર્સ દલસુખભાઈ બોડા, સંજયભાઈ ભાગીયા, મંડળીના પૂર્વ પ્રમુખ રામજીભાઈ સંઘાત, કેશુભાઈ નમેરા, વસંતભાઈ લીંબાસીયા ઉપરાંત, વર્તમાન તથા પૂર્વ સભ્યો, કાનજીભાઈ ભાગીયા,જગદીશભાઈ દુબરીયા, અરવિંદભાઈ દુબરીયા, દેવરાજ સંઘાણી, મયુર દેવડા,રતીલાલ દેવશીભાઈ સંઘાણી, રમણીકભાઈ નમેરા,રવજીભાઈ વિરજીભાઈ, રાડીકો બેંક મેનેજર જયેશભાઈ ભાગીયા, જુથ મંડળી હેઠળ આવતા સરપંચો સહિતના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.સભાના અંતે પ્રમુખ દ્વારા મંડળીનુ ધિરાણ લેનાર સભાસદના મૃત્યુના કિસ્સામા વારસદારને રૂપિયા ૫૦ હજાર મંડળી તરફથી આપવાની જાહેરાત કરવામા આવી હતી.સભાનુ સંચાલન કેશુભાઈ ભાગીયા એ કર્યુ હતુ.