મોરબી: શનાળા રોડ કેમ સ્થાનિકો ને બાણ માં લેવો પડ્યો ?

Advertisement
Advertisement

કોઈપણ સોસાયટી ના રહીશો પોતાની મુળભુત ફરજ ઇચ્છતા હોય છે લાઈટ,પાણી, રોડ,આ ત્રણ મૂળભૂત હક્ક છે સ્થાનિક નો તેમાં પાણી ખાસ જો પીવાનું પાણી ન મળે અથવા ગટરો નું પાણી ઘરમાં ઘુસી જાય શેરીઓમાં રોડ રસ્તા પર આવી જાય ત્યારે સ્થાનિકો ને કાયદેસર પાલિકાને જગાડવા રોડ પર ઊતરવું જ પડે

શનાળા રોડ પર આવેલ અંકુર સોસાયટી ના રહીશો દ્વારા આજરોજ શનાળા રોડ બાણ માં લેવાની ફરજ પડી હતી અવાર નવાર રજુઆત કરવા છતાં નિંદ્રાધિન પાલિકા ને જગાડવા માત્ર આ એકજ રસ્તો હતો છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં ગટરો ના પાણી ફરી વળતા ગટરો ઉભરાતી ત્યારે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ અને બાળકો ને શાળાઓ એ મુકવા જવાની તકલીફ ને ધ્યાન માં રાખી રોડ ચક્કાજામ કરી મહિલાઓ રણચંડી બનતા પાલિકા નો સ્ટાફ દોડી આવ્યો હતો અને તાત્કાલિક સમસ્યા નું સમાધાન કરવાની ખાત્રી આપી હતી અને મામલો શાંત પડતા વાહન વ્યવહાર શરૂ થયો હતો ત્યારે પ્રશ્ન થાઇ છે કે ઉગ્ર રજુઆત બાદ જ પાલિકા કામ કરશે અગાઉ કેમ અરજીઓ ઘ્યાન માં લીધી ??