મોરબી શહેરમાં વર્ષ ૨૦૦૪ માં સીટી પીઆઈ તરીકે ફરજ બજાવતા અને હાલ નિવૃત ડીવાયએસપી વિરુદ્ધ થર્ડ ડીગ્રી માર મારવાનો કેસ થયો હોય જે કેસમાં મોરબી કોર્ટે ચુકાદો આપતા નિવૃત ડીવાયએસપીને એક વર્ષની સજા ફટકારી છે
મોરબી સીટી પીઆઈ તરીકે એમ એફ જાદવ વર્ષ ૨૦૦૪ માં ફરજ બજાવતા હતા જેના વિરુદ્ધ મોરબીના ચીફ મેજી. સાહેબની કોર્ટમાં ખોટા ગુનાની કબુલાત કરવા અને ગેરકાયદે માર મારી થર્ડ ડીગ્રીનો ઉપયોગ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં પોલીસ સામેની ફરિયાદ નામદાર કોર્ટમાં રજીસ્ટર કરવાનો હુકમ જાહેર કરી કેસમાં પીઆઈ જાદવ અને અન્ય પોલીસ કર્મચારીઓને સમન્સ ઇસ્યુ કરી નામદાર એડી. ચીફ મેજી.જજ સાહેબ મોરબીની અદાલતમાં હાજર થવાનો હુકમ જાહેર કરાયો હતો
જે કેસ મોરબીની અદાલતમાં પુરાવાના સ્ટેજે નજરે જોનાર સાક્ષીઓ અને ફરિયાદીની જુબાની તથા પોલીસે માર માર્યા અંગેના મેડીકલ