વાંકાનેર બ્રહ્મ સમાજના યુવા અગ્રણી તબીબના જન્મ દિવસે શ્રી ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં દીપ પ્રગટાવી શુભેચ્છા પાઠવતા શુભ ચિંતક
રાત્રે બાર વાગ્યે શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા દીપ પ્રગટાવી મીઠા મોઢા કરી જન્મ દિવસની ઉજવણી કરાઇ હતી અને બ્રહ્મ સમાજના યુવા અગ્રણી અને તબીબ પ્રશાંતભાઈ ઉપાધ્યાયને દીર્ઘાયુષ્ય માટે કામના કરી હતી
વાંકાનેર : વાંકાનેર ઔદિચ્ય બ્રહ્મ સમાજના યુવા અગ્રણી ભાટિયા સોસાયટી ખાતે રહેતા તબીબ પ્રશાંતભાઈ ઉપાધ્યાયનો આજે તા. ૧૧ ને બુધવારે જન્મ દિવસ હોય ગત રાત્રીના ૧૨ વાગ્યે મિત્રો દ્વારા શ્રી ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં પ્રસાદ ધરી દીપ પ્રગટાવી હર્ષોલ્લાસ સાથે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધનંજયભાઈ ઠાકર , અમિત ઠાકર , મયુર ઠાકર , પાર્થ શર્મા , રવી લખતરિયા , વિજય લખતરિયા સહિત અનેક મિત્રો દ્વારા પ્રશાંતભાઇ ને મીઠું મોઢું કરાવી શાલ ઓઢાડી ફૂલહાર પહેરાવીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. અને યુવા બ્રહ્મ અગ્રણીને દીર્ઘાયુષ્ય તેમજ તંદુરસ્તી પ્રદાન કરે તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાથના કરી હતી.





