ટંકારા: લજાઈ ગામે ભીમનાથ મંદિરે દર્શન કરવા ગયેલા શ્રધ્ધાળુનુ બાઈક છનનનન..

Advertisement
Advertisement
 લજાઈ ગામ ની સીમમા સુપ્રસિધ્ધ ભવ્ય અને પાંડવકાળનુ ભીમનાથ મંદિર આવેલ છે, મહાદેવ ના દરબારમા શીશ ઝુકાવવા ગયેલા શિવભક્ત નુ બાઈક ઉપડી જતા ખાખી ના દરબારમા રાવ.
ટંકારા તાલુકાના લજાઈ ગામ ની સીમમા આવેલ હિન્દુઓની આસ્થાનુ ભવ્ય પૌરાણિક વિખ્યાત ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલા શિવભક્ત વેપારીનુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ઉઠાવગીર બાઈક ચોરી કરી લઈ જતા મો.સા. ગુમાવનારે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબી સરદાર સોસાયટી મા રહેતા જગદીશભાઈ રણછોડભાઈ આદ્રોજા એ ટંકારા પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદ પ્રમાણે પોતે ટંકારા તાલુકાના લજાઈ ગામ ની સીમમા આવેલ હિન્દુઓની આસ્થાનુ ભવ્ય પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા મંદિર ના મેદાનમા પોતાનુ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર -જીજે-૦૩-બીએલ-૪૨૧૬ કિંમત રૂપિયા૯૦૦૦/- લઈ ને ગયેલા હતા. મો.સા. મંદિરે મેદાનમા પાર્ક કર્યુ હતુ. દર્શન કરી પરત ફરતા બાઈક જોવા ન મળતા ચારેતરફ તપાસ કરી હતી. તેમછતા ન મળતા કોઈ ગઠીયો ઉઠાવગીર બાઈક બઠાવી ગયાની પ્રતિતિ થતા ટંકારા પોલીસમા મો.સા. ચોરાયા સબબ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.