ન.પા.ના નિર્ણય નો વિરોધ ને અવગણી સરકારે કેટેગરી વાઈઝ ૬ વોર્ડ નક્કી કરી ચુંટણી યોજવાની દિશા સ્પષ્ટ કરી.

ફેબ્રુઆરીમા ટંકારા આવેલા મુખ્યમંત્રીએ ટંકારાને પંચાયત માથી પાલિકા બનાવી દેવાની જાહેરાત કર્યા બાદ જુલાઈ મા નોટીફિકેશન બહાર પાડી વહીવટ નગરપાલીકાને સુપ્રત કરી દેવાયો હતો. ત્યારે એક બાજુ સ્થાનિકે નગરપાલિકા સામે જોરશોર થી વિરોધ ઉઠી રહ્યો છે. એ વખતે બીજી બાજુ સરકાર પક્ષે થી શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પાલિકાની ચુંટણી પ્રક્રિયા હાથ ધરવા માટે ની ક્વાયત આદરી વોર્ડ રચના કરી દેવામા આવી છે. એ જોતા જનમત ભલે સરકાર ના નિર્ણય થી નારાજ હોય પરંતુ સરકાર પક્ષે વિરોધ ની કોઈ અસર થઈ હોય એમ જણાતુ ન હોવાનુ ચિત્ર ઉપસતા વિરોધ કરનારા જુથે ન્યાયમંદિર ના દ્વાર ખટખટાવવા પ્રયાસો શરૂ કર્યા નુ જાણવા મળ્યુ છે.
ગત ફેબ્રુઆરી મા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આર્યસમાજના એક કાર્યક્રમ મા ટંકારા ખાતે પધાર્યા હતા. એ વખતે જાહેર મંચ પર થી ટંકારાને પંચાયત માથી પાલિકા નુ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ જુન મા પાલિકાના વહીવટદાર તરીકે મામલતદારને હવાલો સુપ્રત કરી દીધો હતો. જુલાઈ મા શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નોટીફિકેશન બહાર પાડી નિયમિત નિમણુંકો ન થાય ત્યા સુધી અન્ય તાલુકાના ચિફ ઓફિસર, હિસાબનીશ અને એન્જીનિયર સહિતના ત્રણ ને પાલિકા નો વધારાનો કારભાર સોંપી ટંકારામા ગ્રામપંચાયતનુ શાસન પૂર્ણ કરી નગરપાલિકા હસ્તક વહીવટ ચાલુ કરી દેવાયો હતો. હવે એ વખતે જ ટંકારા ના હબીબ ઈસા અબ્રાણી ના નેજા હેઠળ શહેરના એક જુથે નગરપાલિકા નો જોરશોરથી વિરોધ નોંધાવી મામલતદાર ને પંચાયત ચાલુ રાખવા માંગણી ઉઠાવી હતી. તો, નગરપાલિકા સ્થાપવા માટે વસતી ધોરણ નો ક્રાઈટ એરીયા પૂર્ણ કરવા ટંકારા નજીક ના કલ્યાણપર અને જબલપુર માથી વિખુટા પડેલા આર્યનગર ગામ ને પાલિકા મા સમાવિષ્ઠ કરી દેવાયા હતા. પરંતુ કલ્યાણપર ગામે પાલિકામા ભળવા નનૈયો ભણી સરકાર ના નિર્ણય સામે રોષ વ્યક્ત કરી નારાજગી વ્યક્ત કરી સરકાર સુધી રજુઆત કરી હતી. તેમ છતા સરકારે પ્રજાના વિરોધ ની નોંધ ન લેતા ટંકારા ખાતે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિતનાઓએ સામેલ થઈ પાલિકા નો વિરોધ કરતી રેલી યોજી સરકાર ના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતી આક્રોશ રેલી યોજી સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આ વખતે કગથરાએ નગરપાલિકા પ્રજાની ઈચ્છા ન હોવા છતા માત્ર રાજ્યપાલ ની ઈચ્છા પૂર્તિ પૂર્ણ કરવા પ્રજા માટે ઠોકી બેસાડવા મા આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.પરંતુ સરકાર પક્ષે વિરોધની કોઈ અસર થઈ ન હોય એમ વોર્ડ રચના કરતુ વધુ એક જાહેનામુ પ્રસિધ્ધ કરવામા આવતા હવે વર્ષ ના અંત સુધીમા નગરપાલિકા ની પ્રથમ ચુંટણી યોજાઈ શકે છે. જોકે, પાલિકા નો વિરોધ કરનારૂ જુથ આગામી દિવસોમા આ મામલે ન્યાય મંદિર ના દ્વાર ખટખટાવવા પેરવી કરી રહ્યા નુ જાણવા મળ્યુ છે.
———————————————————————————
વોર્ડનુ નોટીફિકેશન પ્રસિધ્ધ થતા નપા ની પ્રથમ ચુંટણી યોજાશે.
————————————————————————————
પ્રજામા નગરપાલિકા સામે જોરશોર થી ઉઠી રહેલા વિરોધ વચ્ચે સરકારે પાલિકા બનાવવા મક્કમ નિર્ધાર કરી લીધો હોય એમ પાલિકા રચવા તરફ ફટાફટ જાહેરનામા પ્રસિધ્ધ થવા લાગ્યા છે. સૌ પ્રથમ વહીવટદાર નિમાયા બાદ ચિફ ઓફિસર સહિતના સ્ટાફ ની નિમણુંકો કરી પંચાયત સેવા સમાપ્ત કરી નગરપાલિકા હસ્તક વહીવટ ચાલુ કરી દેવાયો હતો અને હવે ઓપન કેટેગરી, અનામત અને મહિલા કેટેગરી નક્કી કરી વોર્ડ રચના કરતુ વધુ એક જાહેરનામુ બહાર પાડી નગરપાલિકા ની પ્રથમ ચુંટણી યોજવાના અણસાર સ્પષ્ટ કરી દીધા છે.
—————————————————————————————
પ્રજાના લાટે પરાણે પાલિકા ઠોકી ટેક્સરૂપી દાણ ઉઘરાવવા નો કારસો: હબીબ ઈસા.
————————————————————————————-
ટંકારાને પંચાયતમાથી પાલિકા બનાવવા ના સરકાર ના નિર્ણય ને પ્રજા ના લલાટે પરાણે પાલિકા ઠોકી બેસાડવાનો તઘલઘી નિર્ણય ગણાવી પાલિકાનો ખુલી ને વિરોધ કરનારા સ્થાનિક મુસ્લિમ અગ્રણી હબીબ ઈસા અબ્રાણીએ એક વાતચીતમા જણાવ્યુ હતુ કે, પ્રજા ને સવલતો આપવામા ઉણા ઉતરેલા શાસકો યુવાનોને રોજગારી અને વિકાસ ની નિષ્ફળતા છુપાવવા અને ટેક્સ રૂપી દાણ ઉઘરાવવા નુ કારસ્તાન ગણાવ્યુ હતુ.