ટંકારામા ટપોરી ની કનડગત થી કંટાળેલી યુવતીએ હિમ્મત દાખવી પોલીસ થાણે રાવ નોંધાવતા પોલીસે અટક કર્યો.

Advertisement
Advertisement
ટંકારાના પછવાડે આવેલા વિસ્તારમા રહેતો સડક છાપ આશિક રોમીયો શહેરની સ્થાનિક ખાનગી શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતીને છેલ્લા એકાદ મહિનાથી પીછો કરી કનડી રહ્યો હોવાની રાવ આવારા લફંગા યુવક ના ત્રાસ થી કંટાળેલી યુવતીએ હિમ્મત દાખવી પોલીસ મા નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી રાત્રે જ અટક કરી લેતા ટપોરી આલમ મા ફફડાટ ફેલાયો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાની એક યુવાનીના ઉંબરે ઉભેલી પોતાનુ ભવિષ્ય સુરક્ષિત કરવા વર્તમાન સમયે શિક્ષણ જરૂરી હોવાથી અભ્યાસ કરી રહી હતી. પરંતુ કેળવણી મોંઘીદાટ હોવાથી કારકિર્દી ઘડવા મા પરીવાર ને આર્થિક બોજ વહન કરવામા મદદરૂપ થવાના આશયથી અભ્યાસ સાથે બચતા સમયમા ઉચ્ચ વિચારો ધરાવતી નગરની મધ્યમ વર્ગની યુવતી એક ખાનગી શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવવા આંગણા નો ઉંબરો ઓળંગી પોતાના પગભર થવાના સપના સાથે ઉજ્જવળ ભવિષ્ય ને પોતાના હાથે કંડારવા પ્રયાસ કરી રહી હતી એ ટાંકણે શહેર નો દિનેશ નાનજીભાઈ જાદવ નામનો શખ્સ ટપોરી સ્ટાઈલ મા છેલ્લા એકાદ મહિનાથી યુવતીને ઘર થી સ્કુલ સુધી ના માર્ગે આવન જાવન વખતે સતત પીછો કરી સડકછાપ ટપોરી ની સતત પજવણીની અશોભનીય કનડગતથી કંટાળી યુવતી એ હિમ્મત દાખવી ટંકારા પોલીસ મથકે પહોંચી ટપોરી યુવાનના ત્રાસ સામે વિધીવત ફરીયાદ નોંધાવતા પોલીસે બીએનએસ એક્ટ 78(2) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી તરત એક્શન લઈ અટક કરી લેતા ટપોરી આલમમા ફફડાટ ફેલાયો હતો.