પોલીસ થાણા નજીક પોલીસ ના નાક નીચે ઘરમા ઈંગ્લીશ દારૂ નો જથ્થો સંઘરીને વેપલો કરતો તો, દારૂ ની ગંધ થાણે પહોંચી ને પોલીસે છાપો મારી ૧૧૦ બોટલ સાથે દબોચી લીધો.

ટંકારાના એક શખ્સે ટુંકા રસ્તે કમાણી કરવાના ઈરાદે પોતાની ઘરે રહેણાંક મકાનમા ઈંગ્લીશ દારૂનો જથ્થો સંઘરીને પ્યાસીઓની પ્યાસ તગડા દામે બુઝાવી રહ્યો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળતા પોલીસે બિલ્લીપગે ત્રાટકી છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પર થી વિદેશી દારૂ ની ૧૧૦ બોટલ નો જથ્થો કિંમત રૂપિયા ૩૭,૪૦૦/- મળી આવતા દારૂનો ધંધો કરતા શખ્સ ને સ્થળ પરથી મુદ્દામાલ સાથે ઝડપી લઈ દારૂનો જથ્થા સાથે કબજા મા લીધો હતો.
ટંકારા પોલીસના નાક નીચે નગરનાકા વિસ્તારમા જ સંધી સિકંદર રફીક ભાણુ નામનો શખ્સ ટુંકા રસ્તે ખનખનીયા રળી લેવા ના ઈરાદે બહાર થી ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી પોતાના ઘરે રહેણાંક મકાનમા ઈંગ્લીશ દારૂ નો જથ્થો સંઘરી બંધાણીઓને મોં માંગ્યા દામે વેચાણ કરી રહ્યો હોવાની સચોટ બાતમી મળી હતી. બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી ખાતરી કરી લીધા પછી જયા દારૂ સંઘર્યો હતો તે ઘરે બિલ્લીપગે સ્થાનિક પોલીસ ટુકડીએ ત્રાટકી છાપો માર્યો હતો. પોલીસને સ્થળ ઉપરથી વિદેશી દારૂ ની જુદી જુદી બ્રાન્ડ ની ૧૧૦ બોટલ કિંમત રૂપિયા ૩૭,૪૦૦/- નો મુદ્દામાલ હાથ લાગતા પોલીસે દારૂનો ધંધો કરતા રફીક ને દારૂ ના જથ્થા સાથે સકંજામા લઈ પ્રોહીબિશન એક્ટ હેઠળ ધોરણસર ની કાર્યવાહી કરી હતી. જોકે, શાતીર અને ચપળ દિમાગનો શખ્સ પોલીસ થાણા થી નજીક મા જ પોલીસના નાક નીચે જ દારૂનો વેપલો કરી રહ્યો હતો. પરંતુ પોલીસને દારૂ ની ગંધ આવી જતા પોલીસના હાથે જલાઈ ગયો હતો.