મોરબી: કલેકટર તેમજ મામલતદાર દ્વારા દબાણો દુર કરી  ગરીબો ને ન્યાય અપાવ્યો

Advertisement
Advertisement

મોરબીના કલેકટર- મામલતદારે જાંબુડીયા ગામે ગરીબોના આવાસ બનાવવા ફાળવાયેલી ઘરથાળની જમીનો પર ખડકાયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી જમીન ખુલ્લી કરાવી ગરીબોના હક્ક હિત માટે નુ રક્ષણ કર્યુ.


સામાન્ય રીતે લોકોની દ્રષ્ટિ ન્યાય તંત્ર અને વહીવટી તંત્ર પર શંકાની હંમેશા રહે છે પરંતુ જે વાતો માર્કેટ માં બજારો માં હોય તે સાચી હોતી નથી વહીવટી તંત્ર પોતાની મર્યાદા અને કાયદેસર રીતે પ્રક્રિયા થતી હોય તે કરે જ છે પરંતુ એક બે વ્યક્તિ ના કામ પોતાના સ્વાર્થ થી ન થાય એટલે વહીવટી તંત્ર ને બદનામ કરવા માટે કોઈ કસર નથી છોડતા પરંતુ જિલ્લા કલેકટર જિલ્લાના પ્રથમ નાગરિક હોય છે તેને પોતાની કામગીરી ની સમજ હમેશા હોય છે માટે તે ઝીણવટભરી તેમજ સમજણ પૂર્વક કામગીરી કર્યા કરે છે …હજારો આક્ષેપો વચ્ચે પણ કલેકટર અને ગ્રામ્ય મામલતદાર પોતાની કામગીરી પ્રામાણિકતા અને નિષ્ટપૂર્વક કરી રહ્યા છે તેનું ઉદાહરણ સમગ્ર જિલ્લા માં આજે નજરે પડે છેજાંબુડિયા ગામે રહેણાંક હેતુ માટે મકાન બનાવવા માટે જમીન ફાળવવામાં આવી હતી જે જમીનમાં કાચા પાકા દબાણો ખડકી દેવામાં આવતા લાભાર્થીઓ લાભથી વંચિત રહી ગયા હતા જેથી આજે ગ્રામ્ય મામતલદારની ટીમે દબાણો હટાવ્યા હતા.

મોરબીના જાંબુડિયા ગામે સર્વે નંબર ૧૪૪ પૈકીની સરકારી ખરાબાની જમીનમાંથી ૨૫૦૦ ચોરસ મીટર જમીન વિચરતી જાતિના લોકોને રહેણાંક હેતુ માટે મકાન બનાવવા કલેકટર મોરબી દ્વારા માર્ચ ૨૦૨૨ માં ફાળવવામાં આવી હતી અને પંચાયતને માપણી કરી ફાળવેલ ક્ષેત્રફળ મુજબનો લે આઉટ પ્લાન બનાવી કબજો સોપવા સૂચન કર્યું હતું પરંતુ માપણી થઈને લે આઉટ પ્લાન તૈયાર થાય ત્યાં સુધીમાં ગરીબોને ફાળવેલા મફત જમીનમાં નાના મોટા કાચા પાકા દબાણો ખડકી દેવામાં આવ્યા હતા જેથી ગરીબ લાભાર્થીઓને પ્લોટ કબજો સોપી શકાયો ના હતો જેથી જીલ્લા કલેકટર કે બી ઝવેરીની સુચનાથી ગ્રામ્ય મામલતદાર નીખીલ મહેતા, નાયબ મામલતદાર ઝાલા, તાલુકા પંચાયતના સ્ટાફ દ્વારા દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસના બંદોબસ્ત સાથે સરકારી જમીન પરના કાચા પાકા દબાણો દુર કરવામાં આવ્યા હતા અને ગર્બીઓને ફાળવેલ જમીન આજુબાજુમાં આવેલ કાચા રહેણાંક મકાનોને વરસાદી વાતાવરણને લીધે કાઈ નુકશાન ના થાય તેની તકેદારી રાખવામાં આવી હતી તેમ ગ્રામ્ય મામલતદારે નિખિલ મેહતા એ જણાવ્યું હતું