ટંકારાને નગરપાલિકા બનાવવા સામે વિરોધમા રેલી યોજાશે 

Advertisement
Advertisement
નપા નો વિરોધ ધીમે ધીમે આંધી બની ઉઠી રહ્યો છે.  ગ્રા.પં.ને વધુ ગ્રાન્ટ ફાળવી વિકાસ સાધવા માંગણી.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમા ટંકારા ગ્રામ પંચાયત ને નગરપાલિકા નો દરજ્જો આપી દેવાયા બાદ અહીં હાલ નગરપાલીકા શાસન સ્થાપી દેવાયુ છે. ત્યારે નગરપાલિકા સામે ધીમે ધીમે વિરોધ આંધી બની ઉઠવા લાગ્યો છે. અગાઉ ટંકારા માથી ઉઠેલા વિરોધ ના સુર મા ટંકારા તાલુકો બન્યા ને અઢી દાયકા વિતી ગયા છતા સરકાર હજુ ગામડા ની સિકલ મા કોઈ સુધારો કરી શકી નથી. અહીંયા વિકાસ ને બદલે રકાસ થયો હોવાનો વસવસો ઠાલવી નગર ની ગંદકી, સ્વચ્છતા ના મુદ્દા છેડાવા ઉપરાંત, યુવાધનને રોજગારીની તકો પુરતી મળતી ન હોય તેવા સમયે નગરપાલિકા ન બનાવવા શહેરના એક ખૂણેથી વિરોધ ની શરૂઆત થઈ ચુક્યા પછી કલ્યાણપર ગામે પાલિકામા ભળવા સામે એક સુરે નનૈયો ભણતુ આવેદનપત્ર લાગતા વળગતા તંત્રને પાઠવ્યા ના પડઘા હજુ શમ્યા નથી ત્યા ફરી ટંકારા માથી પાલિકા નો નિર્ણય રદ કરવાની માંગણી સાથે રેલી નુ આયોજન કરાયુ છે.
લગભગ ત્રણેક માસ પૂર્વે ટંકારા તાલુકા મથકને ગ્રામ પંચાયત માથી નગરપાલિકા નો દરજ્જો આપવામાં આવ્યો હતો. ગત જુલાઈ મહિનાથી ટંકારામા ગ્રામ પંચાયતનુ શાસન પૂર્ણ કરી  નગરપાલિકા હસ્તક વહીવટ ચાલુ કરી દેવાયો છે. અને રેગ્યુલર વ્યવસ્થા ન થાય ત્યા સુધી અન્ય તાલુકાના ચિફ ઓફિસર સહિતના સ્ટાફ ને ચાર્જ સુપ્રત કરી દેવામા આવ્યા છે. એ ટાંકણે તાજેતરમા શહેરના હબીબ ઈસા અબ્રાણી ના નેજા હેઠળ અનેક યુવાનોએ નગરપાલિકા ચુંટણી યોજાઈ અને પાલિકા શાસન વિધીવત સ્થપાઈ એ પૂર્વે વિરોધ વ્યક્ત કરતુ આવેદનપત્ર રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતનાઓ ને મામલતદાર મારફતે પાઠવ્યાના અઠવાડિયા પછી પાલિકા મા સમાવિષ્ઠ કરાયેલા કલ્યાણપર ગામે એક સંપ કરી ન.પા. મા ભેળવવા સમયે ગામડાને અંધારામાં રાખી લેવાયેલો નિર્ણય મંજુર ન હોવાની કાગારોળ મચાવી નનૈયો ભણતુ આવેદનપત્ર લાગતા વળગતા ને પાઠવ્યુ હતુ. અને પાલિકા મા કોઈ કાળે ભળવા સખત વિરોધ કરી નિર્ણય સામે  નારાજગી વ્યક્ત કરી ગામડા ભાંગવા ની ગંદી રાજરમત ગણાવી પત્ર મા રોષ ઠાલવ્યો હતો. હજુ પાલિકા વિધીવત સ્થપાઈ અને કાર્યરત થાય એ પૂર્વે દરરોજ નિતનવા વિરોધ ના ફણગા ફુટવા શરૂ થયા છે. એ વખતે ફરી આવતીકાલે બુધવારે નગરપાલિકા ના નિર્ણય ના વિરોધ મા ટંકારામા હબીબ ઈસા, હમીર સગરામ, ભરતભાઈ સોલંકી સહિતના ઓની આગેવાની હેઠળ રેલીનુ આયોજન કરવામા આવ્યુ છે. પ્રજા માથે પરાણે પાલિકા ઠોકી બેસાડવાના નિર્ણય પ્રજાને સવલતો ને બદલે ટેક્સ મા ચામડા ઉતેડવાનો નિર્ણય ગણાવી ગણાવતુ આવેદનપત્ર પણ રેલી યોજી મામલતદારને પાઠવવામાં આવશે. વિરોધ કરનારાઓ જણાવે છે કે,  દયાનંદ જન્મભૂમિ ટંકારા ને અઢી દાયકા પૂર્વે તાલુકો બનાવાયો હતો. પરંતુ ચોવીસ વર્ષ પછી પણ તાલુકા મથકની હાલત નાનકડા ગામડાથી ખરાબ છે. અહીંયા કોઈ વિકાસ થયાનુ નજરે જણાતુ નથી. તાલુકા કક્ષાની કોઈ પાયાની સવલતો હજુ સરકાર આપી શકી નથી. જેમા, ઈન્ડસ્ટ્રીયલ ઝોન ન હોવાથી આંગળી ના વેઢે ગણાય એટલા ઉધોગો સિવાય પુરતા ધંધા-રોજગાર ન હોય યુવાધન બેરોજગારી મા બરબાદ થઈ રહ્યુ છે. એ વિકસાવવા માટે સરકારે પ્રયાસો કરે એ હિતાવહ છે. ઉપરાંત, શહેરની સુરત ગંદકી ના ગંજ ચોતરફ ઉકરડા ના ઢગલા થી બદસુરત છે. એ સુધારવા ગ્રામ પંચાયત ને વધુ ગ્રાન્ટો ફાળવી વિકાસ ની વિપુલ તકો આપવા બુલંદ માંગણી ઉઠાવીને રાજકીય રોટલા શેકવા અને વિકાસ ના ગાણા ગાવા નગરપાલિકા બનાવવા માટે વસતીના ધોરણે ક્રાઈટ એરીયા મા આવતી ન હોવા છતા પ્રજાને હથેળીમા ચાંદો બતાવવાનુ માંડી વાળવા પાલિકા નો અપરિપકવ નિર્ણય લેવાયો હોવાનુ કહી અહીંયા પાણી નર્મદા આધારીત છે. એ ચાર પાંચ દિવસે વિતરણ થાય છે.એ પાયાની સવલતો આપો એટલે પાલિકા મળ્યા જેટલો આનંદ પ્રજા ને થવાની વાત દોહરાવતુ આવેદનપત્ર તૈયાર કરવામાં આવેલ છે.