તળાવ ના સામે કાંઠે પડેલી રીક્ષા લેવા જતા હતા અને એક પછી એક બંને ના પગ લપસ્યા ને પાણીમા ખાબક્યા અને તળાવના દલ દલ મા ખુંપી ગયા.


ટંકારા તાલુકાના વિરપર ગામે સવારે ગામડામા આવેલ તળાવ કાંઠે થી પસાર થતા કૌટુંબિક કાકા ભત્રીજા ના પગ લપસી જતા પાણી મા ડુબી જતા એકી સાથે બંને ના આકસ્મિક મોત નિપજયા હતા. એકી સાથે બે મોત થી નાનકડુ ગામડુ હિબકે ચડ્યુ હતુ. જાણવા મળ્યા પ્રમાણે અકસ્માતે મૃત્યુ પામેલા બે પૈકી એક ની રીક્ષા તળાવ ના સામા કાંઠે પડી હોય જે લેવા બંને જતા હોય અને એક નો પગ લપસ્યો અને બીજો બચાવવા ના પ્રયાસ મા બંને તળાવ મા ખાબકતા પાણી મા ગરક થઈ જતા ફાયર બ્રિગેડ ટીમ ની મદદથી બંને ની શોધખોળ હાથ ધરાઈ હતી. અને બે કલાકે બંને ના મૃતદેહો હાથ લાગ્યા હતા.


હજુ હમણા જ મુશળધાર વરસાદ વચ્ચે સંપન્ન થયેલા સાતમ આઠમ ના પર્વ નો ઉજમ ગામડાનો પરીવાર મનાવી રહ્યો હતો. એ ટાંકણે જ ટંકારા તાલુકાના મોરબી હાઈવે પર આવેલા વિરપર ગામે રહેતા પ્રવિણ નરસી સાણંદીયા (ઉ.૪૨) નામના આધેડ પ્રેમજી ભગવાનજી સાણંદીયા (ઉ.૩૩) સાથે ગામડા ની સીમ મા આવેલા તળાવ ના સામા કાંઠે પડેલી રીક્ષા લેવા જવા રવિવારે સવારે ઘરેથી નીકળ્યા હતા. બે દિવસ પૂર્વે જ થંભેલા વરસાદે દે ધનાધન કરી ધરતી ધરવી દીધી હોય બેસુમાર વરસાદ થી તમામ નદી તળાવ વોંકળા છલકાવી દીધા છે. ત્યારે તળાવ કાંઠે ખૂબ સાવચેતી સાવધાની વર્તી ને બંને કાકો ભત્રીજો વાતો કરતા કરતા પસાર થઈ રહ્યા હતા. એ વખતે એક નો પગ લપસ્યો અને પાણી મા પડતા બીજો ડુબતા ને પાણીમા થી બહાર ખેંચવા ના પ્રયાસ કરવા જતા બંને શખ્સો તળાવ ના ઉંડા પાણી મા ખાબક્યા હતા. અને પાણી મા ગરક થઈ ડુબી ગયા હતા. બનાવની જાણ ગામડાના સરપંચ મહેશભાઈ લિખીયા ને થતા તેઓ ઉપરાંત સ્થાનિક પત્રકાર ધવલ ત્રિવેદી સહિતના ઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ગામડાના લોકો ના હવાતીયા કામ ન આવતા મોરબી થી ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ હતી. પરંતુ ત્યા સુધીમા મોડુ થઈ ગયુ હતુ. અને બે કલાક ની શોધખોળ બાદ બંને ના મૃતદેહો બહાર આવ્યા હતા. ગામડાના શ્રમિક પરીવારના મોભી ના પાણીમા ડુબી જવાથી અકસ્માતે મોત નિપજતા પરીવાર ના કલ્પાંતે નાનકડા ગામડુ હિબકે ચડયુ હતુ. સ્થાનિક જાણવા મળ્યા પ્રમાણે મૃતક પૈકીના પ્રવિણભાઈ ના મૃત્યુ થી બે પુત્ર એક પુત્રી એ પિતા ની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પ્રેમજીભાઈ અપરીણીત હતા. બંને સબંધે કૌટુંબિક કાકા ભત્રીજા થતા હોય અને સાથે જ ઘડીયાળ ના કારખાનામા મજુરી કામ કરી પોત પોતાના પરીવારને પોસતા હોય બંને મોભી ના આકસ્મિક મોતે શ્રમજીવી પરીવાર મા કરૂણાંતિકા સર્જી હતી.
