ટંકારા: મુશળધાર વરસાદ બાદ રોગચાળો ફેલાઈ એ પૂર્વે સાફ-સફાઈ કરી દવા છંટકાવની કામગીરી કરાઈ

Advertisement
Advertisement
કલેકટરે જીલ્લા મા રોગચાળો ફેલાઈ નહીં એટલે તકેદારી ના પગલા લેવા આદેશ છોડતા ચિફ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ મુશળધાર વરસાદ બાદ  સાફ-સફાઈ કરવામા આવી, આરોગ્ય તંત્રે દવા છંટકાવ કામગીરી કરી
ટંકારામા ગત દિવસોમા પડેલા મુશળધાર વરસાદને પગલે  અનેક વિસ્તારોમા ભરાયેલા પાણી થી રોગચાળો ફેલાઈ નહીં તે માટે પાણી નો નિકાલ કરી શહેરમા ફોગીંગ કરી દવા છંટકાવ અને સફાઈ ઝુંબેશ કામગીરી ના કલેકટરના આદેશ થી નગરપાલીકા દ્વારા કામગીરી કરાઈ હતી.
 ગત દિવસોમા સમગ્ર ગુજરાત સહિત મોરબી જીલ્લા મા પણ મુશળધાર વરસાદ પડ્યો હોવાથી સમગ્ર જીલ્લામા રોગચાળો ફેલાઈ એ પૂર્વે ભરાયેલા વરસાદી પાણી ના નિકાલ કરી તમામ ગામો- શહેરને સાફ સુથરૂ કરવા અને દવા છંટકાવ કરવા કલેકટર કિરણભાઈ ઝવેરીએ તંત્રને આદેશ કર્યા હતા. જેના અનુસંધાને ટંકારામા સતત ચાર દિવસ મા પડેલા ૨૪ ઈંચ જેટલા મુશળધાર વરસાદથી નગરમા ઠેરઠેર પાણીના ખાબોચીયા ભરાયા હતા. અને માર્ગો પર ગંદકીના થયેલા ખડકલા નો નગરપાલીકાના ચિફ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી ભરાયેલા પાણીનો નિકાલ કરી તમામ માર્ગો પર સાફ સફાઈ કામગીરી આદરી હતી. આ તકે,આરોગ્ય તંત્ર દ્વારા ફોગીંગ કરી દવા છંટકાવ કરવામા આવ્યો હતો.