ટંકારામા મફતીયાપરા વિસ્તારમા રહેતા બે પરીવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી વાદ વિવાદ ચાલ્યો આવે છે… જેમા અગાઉ પણ બઘડાટી બોલી હતી…

ટંકારા શહેરમા મામલતદાર કચેરી નજીક તિલકનગર મફતીયાપરા વિસ્તારમા બે પરીવારો વચ્ચે છેલ્લા ઘણા સમય થી કોઈ મુદ્દે વૈમનસ્ય વધ્યુ હોય એ મામલે ફરી વધુ એકવાર શેરી માથી પસાર થવા મામલે બબાલ થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. અને બંને પક્ષો એ સામસામી પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
ટંકારાના મામલતદાર કચેરી નજીક મફતીરાપરા તિલકનગર મા રહેતા નવઘણભાઈ નવીનભાઈ ગોહિલે પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેનો ભત્રીજો શેરીમા પસાર થતા અહીંયા થી નિકળવુ નહીં તેમ કહી જડીબેન, કાંતિ ગોવિંદ ગોહેલ, નરેશ ગોહેલ, માનુબેન ગોવિંદભાઈ સહિતનાઓ ગાળો ભાંડવા લાગતા નવઘણ સમજાવવા જતા તેના પર ધારીયા થી હુમલો કરી માર માર્યો હતો. અને જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી. બે’ક દિવસ પૂર્વે જુના ડખ્ખા નો ખાર રાખી નવઘણ સહિતનાઓએ શેરી મા ઘર આંગણે બેઠેલા જડીબેન, માનુબેન સહિતનાઓ પર ધારીયા થી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા રાજકોટ હોસ્પિટલમાં સારવારમા ખસેડાયા હતા. અને હોસ્પિટલના બિછાને થી ફરીયાદ નોંધાવી હતી. જે મામલામા વળતી ફરીયાદ નોંધાતા પોલીસે બંને પક્ષો ની રાવ નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, બંને પરીવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઈ મુદ્દે વાંકુ પડયા બાદ વાદ વકર્યો હોય અને વૈમનસ્ય ફેલાયુ હોય અગાઉ પણ બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી અને સામસામે ફરીયાદ નોંધાવી હોય જે વિવાદ શમ્યો નથી. ત્યા ફરી વધુ એકવાર બઘડાટી બોલી હતી.