મોરબી:છેલ્લા ત્રણ દિવસ થી સો ઓરડી , પરશુરામ પોટરી માં પાણી ભરાયા હોવાથી અને દીવાલ ધરાશાયી થઈ ગયેલ હોવા થી અને ત્રણ દિવસ થી રસોડું પણ ચાલુ કરેલ નથી તેવામાં અત્યંત ખરાબ પરિસ્થિતિ નો સામનો સ્થાનિકો કરી રહ્યાં ની જાણ થતા જ મહિલા મોરચા ના પ્રમુખ અને મહામંત્રી પ9હચ્યા હતા સ્થાનિક ચૌહાણ રમેશભાઈ અને મકવાણા અમિતભાઇ નો ફોન મહિલા મોરચાની આવતા ની સાથેજ મોરબી શહેર મહિલા મોરચા ના પ્રમુખશ્રી અલ્પાબેન કક્કડ અને મહામંત્રીશ્રી જયશ્રીબેન વાઘેલા સ્થળ પર જઈ ને રૂબરૂ બધા ની આપવીતી સાંભળી ને સાંત્વના આપી અને હાલ માં જમવાની તકલીફ હોય તો જમવાનું પહોંચાડવાનું કહ્યું અને ભારે વરસાદ હજી પડે તો રૈન બસેરા માં રહેવાની વ્યવસ્થા કરી આપવાની ખાત્રી આપીને માનવતા મહેકાવી હતી