મિતાણા ડેમી -૧ ડેમ ની તસવીર

મેઘરાજાના મુશળધાર હેત થી લાભ ચોક્કસ થયો છે.
બીજી તરફ સંકટ ઉભા થતા ચિંતા ની અસર વરતાતા લોકો વરૂણદેવને ખમૈયા કરવા આજીજી કરી રહ્યા છે.
ઘુનડા ખાનપર ગામે માલધારી ના ડેલા ની દિવાલ ધસી પડતાં આઠ ઘેટા ના મોત… ટંકારા મા કાચુ મકાન જમીનદોસ્ત ..

છેલ્લા ૯૬ કલાક થી મેઘરાજા ગુજરાતી પ્રજા પર ઓળઘોળ થઈ મુશળધાર વહાલ વરસાવી ધમરોળી રહ્યા છે. મેઘરાજાની ટંકારામાસતત બેસુમાર વર્ષા થી લાભ જરૂર થયો છે. પરંતુ કેટલાક સ્થળો પર કુદરતી કહેરના દ્શ્યો જોવા મળ્યા હતા. લોકો રીતસર વરૂણદેવને ખમૈયા કરવા કાલાવાલા કરવા લાગ્યા છે.

ટંકારા મા ધરાશાયી થયેલુ મકાન
—————————————————————————–
ટંકારા સહિત સમગ્ર રાજ્યમા છેલ્લા ૯૬ કલાક થી મેઘરાજા રીતસર તાંડવ મચાવી રૌદ્ર રૂપ ના દર્શન કરાવી રહ્યા છે. વરૂણદેવે અવિરત મુશળધાર વરસી મોરબી જીલ્લાના તમામ ડેમો માત્ર એક જ રાત માં છલકાવી દઈ હેતાળ લાગણી નો અહેસાસ કરાવી દીધો હતો. હજુ મેઘરાજા વિરામ લેવાનુ નામ લેતા નથી. આમ તો, ટંકારા તાલુકામા રાંધણ છઠ્ઠે રાત થી પધરામણી કરી આગમનની છડી પોકારી પધારી રહ્યા ની અગમચેતી આપી દીધા બાદ શિતળા સાતમથી સતત અવિરત વરસી રહેલા મેઘરાજાએ સમગ્ર તાલુકાને ધમરોળી નાંખી બુધવારે રાત્રે ૧૦ વાગ્યા સુધીમા સીઝન નો કુલ સાડા સુડતાલીસ ઈંચ (૧૧૭૩ મીમી) વરસાદ નોંધાયો છે. જેમા, છેલ્લા સતત ત્રણ દિવસમા ૨૪ ઈંચ એટલે કે કુલ વરસાદ ના ૫૦ % વરસાદ માત્ર ૭૨ કલાક મા પડી ગયો છે.
—————————— —————————— ————
ઘુનડા ખાનપર ગામે દિવાલ પડતા આઠ ઘેટા ના મોત..
—————————— —————————— ———–
મેઘ તાંડવ થી લાભ સાથે બીજી તરફ તબાહી મચવાના દ્શ્યો પણ જોવા મળ્યા છે. જેમા, ટંંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે માલધારી કાળુભાઈ રબારી ના ડેલા ની દિવાલ મુશળધાર વરસાદ ની થપાટ થી ધરાશાયી થતા વાડા મા રહેલા ઘેટા ઉપર પડતા આઠ ઘેટા ના દબાઈ જવાથી મોત નિપજયા હતા.
—————————— —————————— ——ટંકારામા અવિરત વરસાદના મારથી કાચુ મકાન જમીનદોસ્ત
—————————— —————————— ————
ટંકારામા ઉગમણા દરવાજા બહાર આવેલા ખાડીયા વિસ્તાર માં રહેતા શૈલેષભાઈ ભાણદાસ જોગલ નુ કાચુ મકાન સતત વરસાદ ની થપાટો ખાઈ ને જમીન દોસ્ત થઈ ધરાશાયી થયુ હતુ. જાણવા મળ્યા પ્રમાણે શૈલેષ છુટક મજુરી કામ કરી પોતાની આજીવિકા ચલાવતા હતા. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી.