મોરબી જિલ્લામાં ભારે વરસાદને અનુસંધાને કંટ્રોલરૂમ શરૂ કરાયા
આકસ્મિક પરિસ્થિતિમાં કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ
મોરબી, ૨૬ ઓગસ્ટ
મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમમાં સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા જે જેથી કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં 02822 243435 અને 02822 423300 નો સંપર્ક કરી શકાય છે.
ઉપરાંત ટોલ ફ્રી નંબર 1077 નો પણ સંપર્ક કરી શકાય છે.
કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય કે, કોઈ દુર્ઘટના બનવા પામે તો આ નંબર પર સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન સેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.