આશા અરમાન ભરેલી યુવતીએ શા માટે ઝેરી દવા ગટગટાવી મોત નો માર્ગ પકડ્યો એ કારણ અકબંધ રહેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ટંકારા શહેરના હોસ્પિટલ રોડ પર રહેતી આશાસ્પદ યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતા તેણી નુ મોત નિપજ્યુ હતુ. જોકે, દવા ગટગટાવી જીંદગી નો અંત આણી લેવા અંગે કારણ અકબંધ રહ્યુ હતુ. પોલીસે તપાસ હાથ ધરી છે.
ટંકારાના હોસ્પિટલ મેઈન રોડ પર રહેત ઈરફાન કાસમાણી ની ત્રેવીસ વર્ષિય નજેમા કાસમાણી નામની યુવતીએ પોતાના ઘરે કોઈ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી મોત ની સોડ તાણી લીધી હતી. યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા પરીવારે તાબડતોબ હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ સારવાર મળે એ પૂર્વે જ મોત નિપજ્યુ હતુ. ઝેરી દવા પી જીંદગી નો અંત આણી લેનાર આશાસ્પદ યુવતીએ શા માટે મોત ની વાટ પકડી લીધી તે કારણ હાલ અકબંધ રહ્યુ હોય પોલીસે તપાસ હાથ ધરી કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યા છે.