મોરબી:લેણી રકમ વસુલાતનો દાવો રીજેકટ કરતી મોરબીની અદાલત

Advertisement
Advertisement

આ કેસની હકીકત મુજબ મોન્ટે બીયાન્કો ડાયમંડ ટુલ્સ પ્રા.લિ.ના ઓથો. પર્સન શંકરપ્પા ભીમરાવ પાટીલે મોરબીના સીરામીકના મારમોલા વીટ્રીફાઈડ પ્રા.લિ.ના : ડાયરેકટરો સામે લેણી રકમ રૂા.૭૪,૯૦, ૫૨૪/- લેણી રકમ વસુલ મેળવવા મોરબી ની સીવીલ અદાલતમા સ્પે. સમરી સ્યુટ ના.૪/૨૦૨૩ થી દાવો દાખલ કરેલ જે દાવાના કામે મારમોલા વીટ્રીફાઈડ પ્રા.લિ. વતી એડવોકેટ તરીકે ભાવેશ ડી.ફુલતરીયા અને રાજેશ જે.જોષીની કાયદાકીય દલીલ કે દાવો કાનુની રીતે ટકવાપાત્ર નથી અને કોર્મશીયલ દાવો ન હોય દાવો રીજેકટ કરવા પાત્ર હોવાની રજુઆત ધ્યાને લઈને મોરબીની અદાલતે મોન્ટે બીયાન્કો ડાયમંડ ટુલ્સ પ્રા.લિ.નો દાવો રીજેકટ કરવાનો હુકમ તા.૨૨/૮/૨૦૨૪ ના રોજ હુકમ કરેલ છે. પ્રતિવાદી મારમોલા વીટ્રીફાઈડ પ્રા. લિ. ના એડવોકેટ તરીકે ભાવેશ ડી.ફુલતરીયા તથા રાજેશ જે.જોષી રોકાયેલા હતા