ડેમ હેઠળ આવતા ગામડાના સરપંચોએ ખેડુતો માટે સૌની યોજના અંતર્ગત જળાશય ઠાલવી પાણ માટે સિંચાઈ નુ પાણી આપવા તંત્રને સામુહિક માંગણી પત્ર પાઠવ્યા.

ટંકારા તાલુકાના મિતાણા ગામે આવેલા ડેમી-૧ ડેમ મા હાલ સાત ફુટ જેટલો પાણીનો જથ્થો હોય તેમા સૌની યોજના અંતર્ગત પાણી ઠાલવી ખેડુતો ને પિયત માટે પાણી છોડવા ડેમ હેઠળ આવતા ગામડાના ખેડુતો માટે ગ્રામ પંચાયતે સિંચાઈ તંત્ર પાસે માંગણી ઉઠાવી છે.
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા મિતાણા ખાતે આવેલા ડેમી-૧ ડેમ માથી ગામડાના ખેડુતો ના ઉભેલા મોલ અને આગામી દિવસોમા આવનારી શિયાળુ મોસમ માટે મોલ ને પિયત કરવા પાણી છોડવા ડેમ હેઠળ આવતા મિતાણા, હરબટીયાળી, હરીપર, કલ્યાણપર, નાના ખિજડીયા, સરાયા, મોટા ખિજડીયા, નેસડા, હિરાપર, લખધીરગઢ, જબલપુર સહિતના ગામડાની ગ્રામ પંચાયતે ડેમના સિંચાઈ તંત્રના કાર્યપાલક ઈજનેર પાસે તા. ૧ લી સપ્ટેમ્બર થી પાણી છોડવા માંગણી ઉઠાવી છે. ડેમી -૧ ડેમ હેઠળ આવતા ગામડાના ખેડુતો ના હિત માટે પાઠવાયેલા માંગણી પત્ર મા જણાવ્યા પ્રમાણે હાલ ડેમમા સાત ફુટ જેટલો જળાશય નો જથ્થો હોય તેમા ખેડુતોના હિતલક્ષી સરકારની સૌની યોજના અંતર્ગત પાણી ડેમમા ઠાલવી ડેમ હેઠળ આવતા ગામડાના ખેડુતો ને ખેતરમા ઉભેલા મોલ ને પિયત માટે પાણી છોડવા માંગણી કરી હતી. ઉપરાંત, આગામી સમયમાં શિયાળુ મોસમ શરૂ થવા જઈ રહી છે. તે ધયાને લઈ શિયાળુ પાક માટે પણ ખેડુતો ને પિયત નુ પાણી આપવા આગોતરા આયોજન ગોઠવી પિયત નુ પાણ પહોંચાડવા તંત્ર સમક્ષ માંગણી ઉઠાવી હતી.