મંદિરની પછવાડે રાજમહેલમા જવા ના માર્ગ ના અવશેષો પરથી રજવાડા વખતે રાજવી પરીવાર શિવ ભક્તિ મા અનેરી શ્રધ્ધા ધરાવતા હોવાનુ પ્રમાણ.

હર્ષદ ત્રિવેદી, ટંકારા.
ટંકારા ના ઘેટીયાવાસ વિસ્તારમા આવેલ ખડકીનાકા પાસે ડેમીનદી ના કાંઠે આવેલા પ્રાચીન ચંદ્ર મૌલેશ્ર્વર મહાદેવ મંદિર ના પ્રાંગણમા પ્રવેશતા જ તન મન મા શિતળતા ની અનુભૂતિ આપનારૂ ટંકારા ગામ વસ્યા પૂર્વેનુ અતિ પ્રાચીન શિવ મંદિર આવેલુ છે.


દયાનંદ નગરી ટંકારા શહેર ના ઘેટીયાવાસ વિસ્તારના ખડકી નાકા પાસે ડેમીનદી ના કિનારે આવેલુ ચંદ્ર મૌલેશ્ર્વર મહાદેવ મંદિર ગામ વસ્યા પૂર્વે નુ અતિ પૌરાણિક મંદિર હોવાના અહી પ્રાપ્ય પ્રમાણ પર થી જણાઈ રહ્યુ છે. મંદિરના પછવાડે રાજમહેલ (હાલ અહીં આર્યસમાજ ધમધમે છે) મા જવાનો માર્ગ હોવાના અવશેષો પરથી અહિંયા જે તે સમયે ક્ષત્રિય શાસકો ભગવાન શિવજીની ભકિત અને શિવ પુજા અર્ચના કરતા હોવાનુ કહેવાય છે. આજથી લગભગ સાડા પાંચસો વર્ષ પૂર્વે ઢંકપુર તરીકે ઓળખાતા આજના ટંકારા મા ડેમી નદી ના તટ ઉપર ખડકી નાકા પાસે આવેલા અતિ પૌરાણીક ચંદ્ર મૌલેશ્ર્વર મહાદેવ મંદિરની રચના જોતા મંદિરની પાછળ રાજમહેલ હોવાથી રાજ ઘરાના ના સભ્યો અહીંયા રાણીવાસ માથી પુજા અર્ચના કરવા આવતા હોવાની માન્યતા છે. શિવમંદિર ની બાજુમા શક્તિ પીઠ હિંગળાજ માતાના અંશ આઈ ચાપલ મા નુ જન્મસ્થળ આવેલુ છે. ચાપલ આઈ પણ શિવ પુજા કરતા હોવાનુ ભાવિક ભક્તો માથી જાણવા મળેલ છે. કહેવાય છે કે, શિવજીને એકાંત વધુ પ્રિય હોય ચંદ્ર મૌલેશ્ર્વર મંદિર એકાંત મા હોય શિવલિંગ શિવભકતો ની આસ્થાનુ કેન્દૃ છે.મંદિરના પ્રાંગણમા પ્રવેશતા જ મહાદેવજી ની સન્મુખ પસાર થતી ડેમી નદીના ખળ ખળ વહેતા જળ અને કુદરતી આબોહવા નો આહલાદક અહેસાસ તન મન ને શિતળતા ની અનુભૂતિ કરાવે એવુ સ્થળ છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અનેક ભાવિકો, શ્રધ્ધાળુઓ અહિંયા માથુ ટેકવી દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવે છે. ભોળાનાથ મા અનન્ય શ્રધ્ધા ધરાવતા અને નિત્યક્રમ મુજબ ભગવાન ભોળાનાથ ને જલાભિષેક કરતા ધાર્મિક વૃત્તિ ના શહેરના જાણીતા એડવોકેટ અતુલ ત્રિવેદી ના મતે અહીંયા દેવાધિદેવ મહાદેવ ના દરબારમા શ્રધ્ધાપુર્વક માથુ ટેકવવા થી તમામ મનોકામના પરીપૂર્ણ થાય છે. હાલ ઘણા વર્ષ થી બારે માસ નિત્યક્રમ મુજબ બ્રહ્મસમાજ સંસ્થાના સભ્ય ભાવિનભાઈ હસુભાઈ રાવલ નિઃસ્વાર્થ ભાવે ભોળાનાથ ની સેવા પુજા આરતી અર્ચના કરી રહ્યા છે.