મોરબી: રિક્ષામાં મુસાફરી કરતા પહેલા જોઈ લેજો આવા લુખ્ખા બેઠા નથી ને ? ખાસ સાગર પ્રવીણ ક્યાંય રિક્ષામાં હોય તો પોલીસને જાણ કરવી

Advertisement
Advertisement

સીરામીક નગરી માં લુખ્ખાઓ હવે ગલી ગલીમાં ભટકી રહ્યા છે એનકેન પ્રકારે પબ્લિકના નાણાં કેવીરીતે પડાવી લેવા અથવા ઠગવા તેવાજ રાત દિવસ મગજમાં વિચાર કરીને મુખ્યમાર્ગો પર અસામાજિક તત્વો ચોર લૂંટારા નીકળી પડ્યા છે જો કે પોલીસ હંમેશા ગુનેગારો થી બે ડગલાં આગળ હોય છે તેવી વાત અહીં સ્પષ્ટ થાય છે ગત તા.27 જુલાઈના રોજ મોરબીની પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રિક્ષામાં બેસીને જઈ રહેલા હળવદના વસંતપરામાં રહેતા મહિપતરામ ભવાનીશંકર રાવલ ઉ.79 રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે રિક્ષામાં બેઠેલા પેસેન્જરે ઉલ્ટી કરવાને બહાને વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 20 હજાર સેરવી લેતા બનાવ અંગે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા રિક્ષાચાલક તેમજ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંઘી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ બાતમીદારો મારફતે મળેલી બાતમીને આધારે પોલીસે રાજપર ચોકડી નજીકથી આરોપી સાગર ઉર્ફે બાડો મનસુખ અબાસણીયા રહે.રાજકોટ, હુડકો ચોકડી અને અનિલ પ્રવીણભાઈ રાઠોડ રહે.ભગવતીપરા, રાજકોટ વાળાને ઝડપી લઈ પૂછતાછ કરતા બન્ને આરોપીઓએ ગુન્હાને અંજામ આપ્યાની કબૂલાત આપતા આરોપીઓ પાસેથી પોલીસે 20 હજાર રોકડા અને 50 હજારની કિંમતની રીક્ષા કબ્જે કરી હતી. નોંધનીય છે કે, આરોપી સાગર અગાઉ જૂનાગઢ, રાજકોટ, ઉપલેટા અને શાપરમાં અનેક ગુન્હામા પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને આરોપી પ્રવીણ પણ રાજકોટમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.