ટંકારા:ટોળ ના પનોતા પુત્ર જૈન મુનિશ્રી સંતબાલજી ની જન્મભૂમિ વિકસાવવા લાગણી વ્યક્ત કરાઈ.

Advertisement
Advertisement
ટંકારા:ટોળ ગામે ના જન્મેલા જૈન મુનિશ્રી સંતબાલજી મહાત્મા ગાંધીના સર્વધર્મ સમભાવ ના વિચારો ને વેગ આપી લોક સંત તરીકે ઓળખ મેળવનાર જૈન સાધુ ની ૧૨૦ મી જન્મજયંતિ પ્રસંગે યોજાયેલા ભાવાંજલિ કાર્યક્રમમા ની જન્મભૂમિ વિકસાવવા લાગણી વ્યક્ત કરાઈ.
ટંકારા તાલુકાના નાનકડા ટોળ ગામે જન્મેલા મહાત્મા ગાંધીના મુલ્યો અને વિચારો પ્રેરીત સર્વધર્મ સમભાવ ને આગળ ધપાવવા ના સત્કાર્ય માર્ગે ચાલી સામાજીક ક્ષેત્રે લોક સેવા થકી કાર્યરત રહેલા લોક સેવા થી લોક સંત તરીકે ઓળખ ઉભી કરનારા જૈન મુનિ સંત બાલજી ની ૧૨૦ મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન ના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી ટોળ ગામે આવેલા જૈન મુનિ ના સ્મૃતિ સ્થાન ની મુલાકાત લીધી હતી. આ તકે, ગામડાના સ્થાનિક સરપંચ અબ્દુલ અલી ગઢવાળા, ઘેલાભાઈ ફાંગલીયા, રમેશભાઈ, દર્શન બદ્દેશીયા ની ઉપસ્થિતિ મા યોજાયેલા ભાવાંજલિ કાર્યક્રમમા ઉપસ્થિત રહી મુનિશ્રી સંતબાલજી ના પ્રસંગો વાગોળી ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) અને ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ (ગુંદી)મા જૈન મુનિ પ્રેરીત સંસ્થામા સર્વધર્મ ની લાગણીથી પ્રેરાઈને પિનાકીભાઈ ઉપ-પ્રમુખ તરીકે માનદ્‌ સેવા આપી રહ્યા હોવાની વાત દોહરાવી હતી.
    26 ઑગસ્ટ 1904 (શ્રાવણ સુદ પૂનમ : બળેવ, વિક્રમ સંવત 1960) ના રોજ ટોળ ખાતે જન્મેલા મુનિશ્રી સંતબાલજી એ ધર્મમય સમાજ રચનારૂપે રાષ્ટ્રવાદ, શિક્ષણ, આરોગ્ય, ગ્રામ સ્વાવલંબન, સ્વરોજગારી, ખેડૂત-ગૌપાલકલક્ષી, ખાદી-ગ્રામોદ્યોગ, મહિલાઓ અને વંચિત સમાજનાં ઉત્થાનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોત જગાવી હતી. 26 માર્ચ 1982 ના મુંબઈ ખાતે દેહ વિલય થયો હતો. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગ્રંથાલય નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા માન્યતા-પ્રાપ્ત, અનુદાનિત તથા ટોળ ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત મુનિશ્રી સંતબાલજી સાર્વજનિક પુસ્તકાલયની સ્થાપના પિનાકી મેઘાણી – ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા કરવામાં આવી છે. ભાવ અંજલિ પ્રસંગે મોરબી જીલ્લામા જન્મેલા મહાન વિભૂતિઓ મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મભૂમિ ટંકારા, શ્રીમદ્‌ રાજચંદ્ર ની જન્મભૂમિ વવાણીયા ની જેમ મુનિશ્રી સંતબાલજી ની જન્મભૂમિ ટોળ ખાતે પણ ભવ્ય સ્મૃતિ-સ્થળ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિકસાવવામા આવે  લોકલાગણી વ્યક્ત કરાયી હતી.