ટંકારા નગરપાલિકા મા ભળવા કલ્યાણપર નો નનૈયો 

Advertisement
Advertisement
તાલુકાની બદસુરત ઠીક કરવા ને બદલે રાજકીય રોટલા શેકવા ગામડાને અંધારા મા રાખી ભેખડે ભરાવી દેવાયા નો બળાપો ઠાલવ્યો.
રાજ્ય સરકાર દ્વારા ટંકારા તાલુકા ને નગરપાલિકા ઘોષિત થયા ને માંડ ત્રણેક મહિના થયા છે. ત્યા જ નગરપાલિકા સામે ભારે વિરોધ ઉઠવો શરૂ થઈ ચુક્યો છે. અઠવાડીયા અગાઉ ટંકારા માથી નગરપાલિકા સામે અનેક લોકો એ વિકાસ, રોજગારી સહિતના અનેક ના મુદ્દા ઉઠાવી રોષ વ્યક્ત કરી નિર્ણય સામે નારાજગી વ્યક્ત કર્યો હતો. ત્યા મંગળવારે ફરી કલ્યાણપર ગામને નગરપાલિકામા ભેળવવા સામે ભારે વિરોધ વ્યક્ત કરી પોતાના ગામડાને નગરપાલિકા માથી બાકાત કરવા અને ગ્રામ પંચાયત ચાલુ રાખવા માંગણી ઉઠાવતુ આવેદનપત્ર મુ.મંત્રી, રાજ્યપાલ સહિતનાઓને પાઠવ્યુ હતુ.
હજુ માંડ ત્રણેક માસ પૂર્વે ટંકારા તાલુકા મથકને ગ્રામ પંચાયત માથી નગરપાલિકા નો દરજ્જો આપવામાં આવ્યો હતો. લોકસભા ચુંટણી પૂર્વે વહીવટદાર નિમાયા બાદ ગત જુલાઈ મહિનાથી ટંકારા, કલ્યાણપર અને ગ્રામ પંચાયત અસ્તિત્વમા આવે એ પૂર્વે આર્યનગરમા ગ્રા.પં. નુ અસ્તિત્વ મિટાવી નગરપાલિકા કાર્યરત કરી હાલ ચિફ ઓફિસર સહિત ના સ્ટાફ ની હંગામી નિમણુંકો કરી દેવામા આવી છે. ત્યા મંગળવારે નગરપાલિકામા ભેળવાયેલા કલ્યાણપર ગામેથી કાસમભાઈ ભાણુ, મનજી રામજી, અશોક ગણેશ ગજેરા, હેમંત અજરામર, જયેશ જસમત ભાગીયા, ગંગારામ ભાગીયા, રાજ રમેશભાઈ વાધરીયા, સીમાબેન દેત્રોજા, રીનાબેન કાસમભાઈ, જસ્મીન રીયાઝ, ચંપાબેન કુંવરજી, રાણીબેન દિનેશભાઈ સહિતના ગામડાના અનેક ગ્રામજનોએ નગરપાલિકાનુ સિમાંકન નક્કી થાય એ પૂર્વે વિરોધ વ્યક્ત કરતી લેખિત રાવ રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતનાઓ સમક્ષ કરી પોતાનુ ગામડુ ટંકારા થી પાંચ કીમી દુર છે. કલ્યાણપર ગામ ની વસતી માંડ ૧૬૦૦ ની છે. અહીંયા ગામડે ગ્રામ પંચાયત શાસનથી ગામડાના લોકોના સ્થાનિક પ્રશ્ર્નો ગામડે ઉકેલાય જાય છે. નગરપાલિકા મા ભેળવવા થી ગામડાની મિલકત નોંધણી ઉપરાંત જન્મ મરણ જેવા સામાન્ય કામ માટે તાલુકા મથકે નગરપાલિકા કચેરી એ દોડવાની નોબત ઊભી કરી સરકાર ગામડુ ભાંગી નાંખવા સાથે ગામડાના લોકોને આર્થિક શારીરિક તોડી પાડવા જેવો નિર્ણય ગણાવી સખ્ત રોષ વ્યક્ત કરતો વેદના પત્ર મુખ્યમંત્રી, રાજ્યપાલ, જીલ્લા કલેકટર, મામલતદાર સહિતનાઓને પાઠવી હૈયા વરાળ ઠાલવી હતી. પત્ર મા બળાપો વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, પોતાના ગામડાને નગરપાલિકા મા સમાવેશ કરતા પૂર્વે અંધારામા રાખી માત્ર રાજકીય રોટલા શેકવા કુલડી મા ગોળ ભાંગી લઈ ગામડા ખતમ કરવાનો કારસો હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો. વધુ મા, રોષ વ્યક્ત કરનારા ગ્રામ પંચાયતના લેટર પેડ પર કોની મંજુરીથી બારોબાર નિર્ણય કરી ગામડાને ભીડવી દેવાયુ? સહિતના અનેક પ્રશ્ર્નો ઉઠાવી ચોવીસ વર્ષ પૂર્વે તાલુકો બનેલા ટંકારાની સિકલ દયનીય બની છે. એ સુધારવા માંગણી કરી સૌ પ્રથમ તાલુકા કક્ષાની પાયાની સવલતો આપી ઈન્ડસ્ટ્રીયલ ઝોન ઉભો કરી રોજગારી ની તકો ઉભી કરી યુવાધન ને બેરોજગારી થી બચાવવા પ્રજાલક્ષી કામો કરવામા સરકાર ધ્યાન આપે એવા કટાક્ષ સાથે ગામડાએ નગરપાલિકા મા સમાવિષ્ઠ થવા સ્પષ્ટ નનૈયો ભણતા આવનારા દિવસોમા નગરપાલિકા સિમાંકન મુદ્દો ઘોંચમા પડે એવુ જણાય રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ટંંકારામા પણ સરકારના નિર્ણય સામે હબીબ ઈસા અબ્રાણી ની આગેવાની હેઠળ અગાઉ આ મુદ્દે આવેદનપત્ર પાઠવી પાલિકા નો નિર્ણય રદ કરી ગ્રામ પંચાયત શાસન જ અહીં ની ભોળી પ્રજા માટે યોગ્ય હોવાની રજુઆત કરવામા આવી હતી. પત્ર મા, નિયમ મુજબ નગરપાલિકા બનાવવા માટે ક્રાઈટ એરીયા ૨૫ હજાર જોઈએ જે પૂર્ણ ન થતો હોવા છતા નગરવાસીઓના કપાળે ધરાર નગર પાલિકા ઠોકી બેસાડી વિકાસ ના નામે ચંદા ઉઘરાવવાનુ પ્રિ પ્લાનીંગ હોવાના આક્ષેપો કરાયા છે. અને ગ્રામ પંચાયત મા વેરો (ટેક્સ) ઓછા હોય છે. અહીંયા વસનારા પરીવારોની આવક સિમીત છે.પાલિકા આવ્યે ટેક્સ સ્લેબ ઉંચો જશે અને સુવિધા ના નામે આમ પ્રજા ખોટી રીતે ખંખેરવાની ખંધી ચાલ ખેલી રાજકીય રોટલા શેકવા ની ગેમ ગણાવી હતી.
——————————————————————————-
ટંકારા ને ક્યા ચોઘડીયે નગરપાલિકા નો દરજ્જો અપાયો છે કે, સરકાર ના નિર્ણય સામે એક પછી એક એકમો વિરોધ ઉઠાવી સરકાર ના નિર્ણય ને ઉતાવળુ પગલુ ગણાવી રોષ વ્યક્ત કરી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અઠવાડીયા પૂર્વે ટંકારા માથી નિર્ણય સામે વિરોધના સુર ઉઠ્યા બાદ આજે ફરી કલ્યાણપર ગામે સામુહીક વિરોધ કરી ગામડાએ નગરપાલિકામા ભળવા સામે નનૈયો ભણતો વેદના પત્ર પાઠવી સરકાર ના નિર્ણય સામે નારાજગી નુ બ્યુગલ ફુંકયુ હતુ. અને ગામડાને ન.પા. થી બાકાત કરવા માંગણી કરી છે. એવા ટાંકણે નગરપાલિકા ઘોષિત કરવાના નિર્ણય સામે ટુંક સમયમા વિરોધ પ્રદર્શન કરતી રેલી યોજાવાના સોગઠા ખાનગી મા ગોઠવાઈ રહ્યા નુ જાણવા મળ્યુ છે.