ટંકારા: ડેમી-૨ ડેમ ના કાંઠે આવેલુ પાંડવ કાળ નુ પ્રાચીન ભીમનાથ મહાદેવ મંદિર ભકતો ની આસ્થાનુ કેન્દ્ર

Advertisement
Advertisement
મહાભારત કાળમા અજ્ઞાતવાસ દરમિયાન પાંડુ પુત્ર  ભીમસેને શિવલિંગ ની સ્થાપના કરી હતી… લોકવાયકા પ્રમાણે દ્વારકા પગપાળા જતી વેળાએ ભીમ સાથે રહેલા સહદેવજી જોડાયા હતા અને તેઓએ ચોસઠ જોગણી ઓ ને મોક્ષ ગતિ આપી હતી.
હર્ષદ ત્રિવેદી, રાજકોટ.
રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા તાલુકાના લજાઈ ગામથી ત્રણ કિમી દુર વગડા મા ડેમી-૨ ડેમ કાંઠે અતિ પૌરાણિક ભીમનાથ મહાદેવ નુ આશરે પાંચેક હજાર વર્ષ પુરાણુ શિવ મંદિર આવેલ છે. લોકવાયકા પ્રમાણે પાંચ પાંડવો પૈકીના ભીમસેને શિવલિંગની સ્થાપના કરી હોવાનુ કહેવાય છે. જેથી, શિવાલય ભીમનાથ મહાદેવ થી ઓળખાય છે.
રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા તાલુકાના લજાઈ ગામ ની સામે ત્રણ કિમી દુર ડેમી-૨ ડેમ કાંઠે વગડામા ભવ્યાતિભવ્ય દેવાધિદેવ મહાદેવ શ્રી ભીમનાથ મહાદેવ નુ પાંડવ કાળ નુ અતિ પૌરાણિક શિવાલય આવેલુ છે. મંદિરના જીર્ણોધ્ધાર બાદ સોમપુરી કલા થી અદભૂત નમુનેદાર સુંદર અને નયન રમ્ય કલાત્મક મંદિર બનાવાયુ છે. અહીંયા પગ મુકતા જ શિવ ભક્તો ના તન મા સુકુન અને મન ને શાંતિ આપનારૂ શિવાલય ભક્તોની આસ્થાનુ કેન્દ્ર છે. આ મંદિર ની સ્થાપના પાંચ પાંડવો પૈકી ના ભીમસેને અજ્ઞાતવાસ પૂર્ણ થતા પાંચાળ ભૂમિ માથી પગપાળા ભગવાન શ્રીકૃષ્ણ ને દ્વારકા આમંત્રણ આપવા જતી વખતે ભીમસેન ને શિવપુજા બાદ જ આહાર લેવાનો સંકલ્પ હોવા થી શિવલિંગ ની સ્થાપના કરી હોવાના પ્રમાણ પર થી ભીમનાથ મહાદેવ નામકરણ થયા ની લોકવાયકા છે. હાલ લગભગ છેલ્લા સત્તાવન વર્ષ થી ધાર્મિક જગ્યા મા મહંત તરીકે પોતાનુ જીવન મહાદેવ ની સેવા મા સમર્પિત કરનાર સોમદત બાપા (સુરેશભાઈ સોની) તપ જપ સંચાલન અને સેવાઓ સંભાળે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હોમાત્મક રૂદ્રાભિષેક યજ્ઞ કરવામા આવે છે. ઉપરાંત, ભાવિકો દ્વારા આખા શ્રાવણ માસ દરમિયાન દાદા નો ભંડારો યોજી ભોળાનાથ ના રાજભોગ દર્શન અને બ્રહ્મભોજન કરાવાય છે. અહીંયા ભુખ્યા ને કાયમ ભરપેટ ભોજન કરાવાય છે. લજાઈ ગામ અને ગૌ સેવા સાથે સંકળાયેલા લોકો અને સૌરાષ્ટ્ર ભર માથી શિવ ભક્તો અહીં દાદા ને શીશ ઝુકાવી દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવે છે. હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ, બ્રહચોર્યાસી  સહિતના અનેક કાર્યકમો અહીંયા થાય છે. મંદિર ના પરીસર માં ગુરૂ દત્તાત્રેય ભગવાન નો દત દરબાર ઉભો કરાયો છે. દત દરબાર મા મંદિર ફરતે હજારો વર્ષ પુરાણો વડલો આજે પણ અડીખમ ઉભો છે. અહી વડલા નીચે નિરવ શાંતિ મા જપ તપ મા તલ્લિન થઈ એકાકાર થવા અનેક ભક્તો આસન જમાવે છે. ઝાલાવાડ ના તરણેતર થી આ ભૂમિ સુધી નો વિસ્તાર પાંચાળ ભૂમિ કહેવાય છે. લોકવાયકા મુજબ પગપાળા દ્વારકા જવા મા પાંડવ પુત્ર ભીમસેન સાથે સહદેવજી પણ જોડાયા હતા. એ વખતે ભીમનાથ મંદિર નજીક સહદેવે ચોસઠ જોગણીનો મોક્ષ કર્યાના પ્રમાણ અહીં પ્રાપ્ત થયા હોવાની ધાર્મિક લોક વાયકા છે