હરસિધ્ધિ માતાજી કોયલા ડુંગરે થી ઉજ્જૈન જતા પૂર્વે હરસિધ્ધિ માતાજી મહાદેવની લગોલગ બિરાજમાન થતા અહીંયા શિવ શક્તિ નો કાયમ સાક્ષાત્કાર હોવાની માન્યતા છે.

હર્ષદ ત્રિવેદી.
દેવભૂમિ દ્વારકા નજીક સુપ્રસિધ્ધ યાત્રાધામ ગણાતા હરસિધ્ધિ માતાજી મંદિર નજીકના મૂળ મણીપુર માથી હાલ મિયાણી તરીકે ઓળખાતા નાનકડા ગામડામા ૧૩ સદી નુ અતી પ્રાચીન શિવ મંદિર આવેલુ છે. જે નિલકંઠ મહાદેવથી ઓળખાય છે. હરસિધ્ધિ માતાજી વિક્રમ રાજા સાથે ઉજજૈન જતા પૂર્વે અહીના રાજવી પ્રભાતસેન ની ભક્તિથી નિલકંઠ મહાદેવ મંદિરની બાજુમા બિરાજમાન થયા હોવાના પ્રમાણ અહીં જોવા મળે છે.

લગભગ ૧૩ મી સદી પૂર્વેનુ મિયાણી ગામે અતી પ્રાચીન શિવ મંદિર આવેલુ છે. નિલકંઠ મહાદેવ તરીકે ઓળખવામા આવતા શિવજી ના મંદિરની કલાકૃતિ જોતા ઉંચી પીઠ નુ પૂર્વાભિમુખ પ્રવેશ અને પરસાળ, ઉતર અને દક્ષિણ દિશામા ઝરૂખો, નૈઋત્ય મા કક્ષાસન, કમળ આકૃતિ સાથે હિરા આકાર ની છત સાથે ચોરસ મંડપ જેવી બાંધણી અને એક અંતરાલ તથા પ્રદક્ષિણાપથ વગર નુ ગર્ભ ગૃહ વાળુ કદાચ એકમાત્ર અતી પ્રાચીન શિવજીનુ મંદિર હોવાનુ કહેવાય છે. મંદિરની રચના જોતા ગર્ભ ગૃહ ના દ્વાર શાખ અને અંતરાલ સ્તંભો ઉપર દેવ દેવીઓની આકૃતિઓ ના અણસાર આજે પણ જોવા મળે છે. મંદિર નુ શિખર શંકુ આકારનુ છે. જે તે સમય ના રજવાડા ના રાજમહેલ પાસે હોવાથી પ્રભાતસેન રાજા ની સાતેય રાણી સહિત રાજા અહી પુજા અર્ચના કરવા આવતા હોવાનુ જાણવા મળેલ છે. મંદિર ની સાવ લગોલગ કોયલા ડુંગર શક્તિપીઠ હરસિધ્ધિ માતાજીનુ મંદિર આવેલુ છે. ધાર્મિક ઈતિહાસ પ્રમાણે હાલના મિયાણી ગામ નુ મૂળ નામ મણીપુર હતુ. અને અહિયા ચારે તરફ દરીયો હોવાથી બહુ મોટુ બંદર હતુ.એ વખતે ચાંચીયાઓ નુ સામ્રાજ્ય હતુ. પ્રભાતસેન ચાવડાએ ચડાઈ કરી નાગ કન્યા પ્રભાવતી ને મુકત કરી મણીપુર માથી મિલનપુર કર્યું અને પ્રભાવતી સાથે લગ્ન કરી ગાદી સંભાળી પરંતુ નવરાત્રી દરમિયાન અહી રાજાની સાત પટરાણી સાથે હરસિધ્ધિ માતાજી કોયલા ડુંગર થી રૂપ બદલી ગરબે રમવા આવતા રાજા પ્રભાતસેન કુનજર થી શ્રાપિત થયા બાદ આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે વિક્રમાદિત્યએ માતાજી ને ભક્તિ થી રીઝવી ને મુક્ત કરાવ્યા બાદ હર્ષદ માતાજી ઉજ્જૈન જતા પૂર્વે બિરાજમાન થતા હાલ પણ અહી શિવ શક્તિનો સાક્ષાત્કાર હોવાની માન્યતા છે. એકાંતમા આવેલુ શિવલિંગ શિવ ભક્તો ની આસ્થાનુ કેન્દ્ર છે. જાણવા મળ્યા પ્રમાણે અહીંયા પ્રવેશતા જ મંદ મંદ ઠંડક ભરી પવન ની લહેરખીઓ થી કુદરતી આબોહવા નો અહેસાસ થતા તન અને મન ને શિતળતા ની અનૂભુતિ થાય છે. હિન્દુ ધર્મના તમામ પવિત્ર તહેવારોના પર્વ ઉપરાંત કાયમ અનેક ભાવિકજનો હરસિધ્ધિ માતાજી સાથે અહી આસ્થાભેર માથુ ટેકવી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. શ્રધ્ધાળુઓ ની શ્રધ્ધાપૂર્વક ની માનતા અહીયા શીશ ઝુકાવવા થી ફળીભૂત થતી હોવાનુ આસ્થાળુઓ કહે છે. હાલ બંને મંદિરની સેવા પુજા સાધુ મુકેશગીરી બાપુ કરી રહ્યા છે.