મોરબી : પશ્ચિમ બંગાળમાં મહિલા ટ્રેઈની ડોક્ટર પર રેપ કરી હત્યા નિપજાવી દેવાની હચમચાવી દેતી ઘટના બની છે. આ ઘટનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા આ ઘટનાના વિરોધમાં મૌન કેન્ડલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 16 ઓગસ્ટના રોજ મોરબી ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલાની આગેવાનીમાં મૌન કેન્ડલ રેલી યોજાઈ હતી. આ રેલીમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન વાઘેલા તથા કારોબારી સભ્યો, પૂર્વ કાઉન્સીલર સહિતના કાર્યકર્તા બહેનો હાજર રહ્યા હતા.