ટંકારા: સરાયા ના કારખાનેદારે શ્રમિક ગર્ભવતી મહિલાઓ ને રોગચાળાથી બચાવવા મચ્છરદાની વિતરણ કરી.

Advertisement
Advertisement
સરાયા ના આરોગ્ય તંત્રે વગડામા વસતા મજુર સગર્ભાઓની યાદી તૈયાર કરી ખમતીધર પાસે આર્થિક સહયોગ માંગતા સેવા ની પમરાટ પ્રસરી.
હાલ વાઈરસ ની વધતી અસર તથા ઋતુગત મોસમથી બદલાતા વાતાવરણથી માખી મચ્છર જેવા રોગ ફેલાવતા જંતુઓથી સગર્ભાઓને સુરક્ષિત રાખવા ટંકારા તાલુકાના સરાયા ગામ આસપાસ ના વિસ્તારમા વસતા શ્રમિક અને ખેતમજુર પરીવારના સગર્ભા મહિલાઓને સરાયા નજીક આવેલી પોલીપેક ફેક્ટરી ના ઓનર દ્વારા મફત મચ્છરદાની વિતરણ કરી આરોગ્ય તંત્ર ને સહયોગ આપી માનવધર્મ બજાવ્યો હતો.
 
હાલ બાળકો મા ચાંદીપુરા રોગ સહિત ચિકનગુનિયા, મેલેરીયા, ટાઈફોઈડ સહિતના અનેક રોગોએ માથુ ઉંચક્યુ હોય લગભગ ઘરોમા માખી મચ્છર ના ઉપદ્રવ થી વાઈરલ ઈન્ફેક્શન થી રોગચાળો વકર્યો હોવાથી આરોગ્ય તંત્ર ઋતુગત મોસમની બદલાતી રૂખ સામે જન આરોગ્ય ને પ્રોટેકટ કરવા અશિક્ષિત અને વગડા વિસ્તારમા ખેત મજુરી કામ ઉપરાંત કારખાનામા કામ કરતા શ્રમિક પરીવારો ની સગર્ભા મહિલાઓની યાદી તૈયાર કરી મચ્છરદાની વિતરણ કરવા માટે આયોજન કરતા ટંકારા તાલુકાના સરાયા ગામે આવેલ સ્લોગન પોલીપેક ફેક્ટરી ના ઓનર બેચરભાઈ ઢેઢી એ આર્થિક સહયોગ આપી જીલ્લા મેલેરીયા અધીકારી ડો. વિપુલ કારોલીયા, લેબટેક જયેશભાઈ સેતા,  સુપરવાઈઝર જી.વી.ગાંભવા,તાલુકા હેલ્થ સુપરવાઈઝર હીતેષ પટેલ, એમ.પી.એચ.ડબલ્યુ,એફ.એચ.ડબલ્યુ તથા આશા વર્કર બહેનો ની ઉપસ્થિતિ મા શિક્ષિત અને આર્થિક પછાત વર્ગના સગર્ભા મહિલાઓને પોતાની ફેક્ટરી ખાતે મચ્છરદાની વિતરણ કરી જન આરોગ્ય પ્રત્યે લાગણી વ્યક્ત કરતા આરોગ્ય તંત્રે દાતા નો આભાર વ્યક્ત કર્યો હતો.