મોરબી: “રાવણરાજ” અધિકારીઓ ની ઓફીસ માં આવીને ધમકી આપવાની હિંમત અપાવનાર કોણ ??

Advertisement
Advertisement

કહેવત છે ને સાપ ને દૂધ પીવડાવો તો પહેલા તમને ડંસે એવું જ મોરબી શહેરમાં થઈ રહ્યું છે કારણ કે અધિકારીઓ પહેલા લુખ્ખાઓ રાજકીય ટેકો ધરાવનાર લોકોને બાજુમાં પડખું આપીને મોટા કરે બાદમાં એજ પડખું જો જરાપણ આઘુ પાછું થાય તો ધમકી પર આવી જાય …બસ કહેવાનો મતલબ એજ છે કે કલાસ વન અધિકારીઓ ને આવા પડખા ના આપવા જોઈએ કારણ કે ક્યારેક તમને જ નડશે

મોરબી માં ખાણ ખનિજ ના અધિકારી ને કોઈ એ ધમકી આપવાના સમાચાર મોરબી લાઈવ ટીમને પહેલા જ મળી ગયા હતા પણ રાહ હતી કે ફરિયાદ થાય ત્યારે સમાચાર પ્રસિદ્ધ કરી અને ફરિયાદ થઈ છે હવે તો વિગતવાર પોલીસ ચોપડે ચડી ગયેલ એફ.આઈ.આર.મુજબ સમાચાર જોઈએ

મોરબી ખાણ ખનિજ વિભાગના અધિકારીએ પહેલા ખનીજ માફીયાઓને મીઠી નઝર રાખી ઉછેર્યા આજે એજ ખનીજ માફીયા આપી રહ્યા છે અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી. ત્યારે મોરબીના લાલબાગ સરકારી વસાહતમા રહેતા અને ખાણ ખનિજ વિભાગમાં નોકરી કરતા જગદિશકુમાર સોમાભાઈ વાઢેર (ઉ.વ.૩૩) એ આરોપી સામતભાઈ કરમુર રહે. જામનગર વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતે ખાણ ખનીજ અધીકારી હોય જે આરોપી પોતે જાણતા હોય અને આરોપી પોતે બીજાની લીઝ બાબતે અન્ય લોકો સાથે રજુઆત કરવા આવેલ હોય જેઓને ફરીયાદીએ ઓફીસની બહાર બેસવાનુ કહેતા સારૂ નહિ લાગેલ અને ફરીયાદીએ આરોપીને અગાઉ ગેરકાયદેસર ખનન કરવા અંગે કેશ/દંડ કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.