નાનપણ માં વિદ્યાર્થીઓ ગુટલી મારતા એ સાંભળ્યું હતું હવે શિક્ષકો પણ ગુટલી મારવામાં લાગ્યા છે જી હા …વાત અહીં છે ગુટલીબાજ શિક્ષકોની એક નહીં બે નહિ પણ ત્રણ ત્રણ શિક્ષિકાઓ ગુટલી મારી ને ભૂગર્ભ માં ઉત્તરી ગયા હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હવે આ શિક્ષિકાએ ક્યાં અને કેવી રીતે ગુટલી મારી છે એ તો ડી.પી.ઓ ને ખબર હશે હાલ તો માત્ર કારણદર્શક નોટિસો આપી ને સંતોષ માન્યો છે આવનારા સમયમાં જોવું રહ્યું ગુટલીબાજ શિક્ષિકાઓ ને ઘેરહાજર રાખશે કે ફરજ પર લઈ ને જ સંતોષ માનશે
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં હળવદ પે સેન્ટર શાળા-4માં ફરજ બજાવતા વ્યાસ ચાર્મી વિજયભાઈ 11 માર્ચથી સતત ગેરહાજર રહે છે તેઓને પાંચ-પાંચ કારણદર્શક નોટિસો ફટકારવામાં આવી છે. એ જ રીતે વાંકાનેર તાલુકાની ભેરડા પ્રાથમિક શાળાના શિક્ષિકા વાઘેલા ઉર્વશીબેન પીતાંબરભાઈ પણ અનધિકૃત રીતે ગેરહાજર રહેતા પાંચ વખત કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત માળીયા મિયાણા તાલુકાના ન્યુ નવલખી પ્રાથમિક શાળાના શિક્ષિકા રામ રામીબેન સામતભાઇ ફેબ્રુઆરી-2024થી સતત અનધિકૃત રીતે ગેરહાજર રહેતા છ-છ કારણદર્શક નોટિસ ફટકારવા છતાં ફરજ ઉપર હાજર ન થતા ત્રણેય શિક્ષિકાઓને આખરી નોટિસ આપી 20મી સપ્ટેમ્બરે રૂબરૂ સુનાવણી યોજી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું